Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાલોલ : ગ્રામ્ય પોલીસ મથકના પી.એસ.આઈ એ કેનાલમાં પડેલા કિશોરનો જીવ બચાવ્યો.

Share

હાલોલ રૂલર પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એ કેનાલમાં છલાંગ લગાવતાં કિશોરને બચાવી લીધા હતા હોવાનો એક સરાહનીય કિસ્સો સામે આવ્યો છે.

હાલોલ રૂલર પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ સાચ્ચે માનવતાને છાજે અને પોલીસને સલામ કરવાનું મન થાય તેવું કામ કર્યુ છે. પંચમહાલ જીલ્લાના હાલોલના પીએસઆઈએ કેનાલમા જીવન ટૂકાવવા પડેલા કિશોરને પોતે છલોછલ ભરેલી કેનાલમા કુદીને જીવ જોખમમા મૂકીને બચાવી લીધો હતો. અભ્યાસ બાબતે માતાપિતાએ કિશોરને ઠપકો આપતા નવમા ધોરણમા અભ્યાસ કરતા કીશોરે રામેશરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમા ઝંપલાવ્યુ હતુ, તે સમયે પેટ્રોલિંગમા નીકળેલા હાલોલ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ એમ.એમ.ઠાકોરે પોતાની ફરજ નિભાવવા જાનની પરવા કરવા વગર કેનાલમા પડીને તેમને કિશોરનો જીવ બચાવ્યો હતો.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા સાંસરોદના હસીનાબેન તાજુની ભારે હૈયે તેઓના વતનમાં દફનવિધિ

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર રૂરલ પોલીસે ભારતી બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

સુરત : માંગરોળ તાલુકા યુવા મોરચા ભાજપની પ્રથમ કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!