Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા પરવટ મુકામે 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ.

Share

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા પરવટ મુકામે 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની શરૂઆત પ્રભાતફેરી યોજી જેમાં નારા, સૂત્રો બોલાવવામાં આવ્યા હતા. શાળા કક્ષાએ ગામના સરપંચ રૂપાબેન વસાવાના વરદહસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો હતો.

આ રાષ્ટ્રીય પ્રસંગે ગામના ડેપ્યુટી સરપંચ નટુભાઈ પટેલ, માજી સરપંચ રણજીતભાઈ, માજી ડેપ્યુટી સરપંચ લક્ષ્મણભાઈ પટેલ, પંચાયત સભ્યો કિરણભાઈ પટેલ, નિરવભાઈ પટેલ, એસ. એમ. સી અધ્યક્ષ પદમાબેન પરમાર,મોટી સંખ્યામાં ગામજનો, યુવાનો, વિદ્યાર્થીઓ, આશાવર્કર, આંગણવાડી પરિવાર, શાળા પરિવાર, એસ. એમ. સી.પરિવાર, પંચાયત સ્ટાફ હાજર રહ્યા હતા. આમંત્રિત મહેમાનોને મીઠાઈ તેમજ નાસ્તો આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના આચાર્ય ધાર્મિષ્ઠાબેન પટેલ એ કરેલ હતું. શાળાના શિક્ષકગણ વંદનાબેન સોલંકી તેમજ શાળા પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

ગુજરાતના યુવા ક્રિકેટર અવી બારોટનું 29 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

ProudOfGujarat

સાહેબ પાર્કિંગ ક્યાં છે..? ભરૂચ -અંકલેશ્વરમાં ગાડીઓ લોક મારી દંડ વસુલતી પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!