Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય મહિલા ક્રિકેટના સફળ કેપ્ટન મિથાલી રાજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.

Share

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સૌથી સફળ સુકાની અને ધુંઆધાર મહિલા ક્રિકેટર મિથાલી રાજે નિવૃત્તિ જાહેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. મિથાલી રાજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મિથાલી રાજેની નિવૃત્તિથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મોટો ફટકો પડશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એક આદર્શ સુકાનીની મોટી ખોટ પડશે. મિથાલીએ 39 વર્ષની ઉંમરે નિવૃત્તિ જાહેર કરી છે. તેણીની કારકિર્દી 23 વર્ષની છે. ભારતને અનેક મહત્વપૂર્ણ મેચ જીતાડવામાં તેમનું અગત્યનું યોગદાન રહ્યું છે. મિથાલી રાજે ટ્વિટર મારફતે એક લાંબી ટ્વીટ કરીને નિવૃત્તિની જાહેરાત કરતા લખ્યું હતું કે, અનેક વર્ષોથી તમારા બધાના પ્રેમ અને સહકાર માટે આભાર. હું તમારા બધાના આશીર્વાદ અને સહયોગથી બીજી ઇનિંગની શરૂઆત કરવા માંગું છું. નોંધનીય છે કે મિતાલી રાજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે 232 ODI અને 89 T20 મેચ રમી છે. તેણે 12 ટેસ્ટ મેચમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. મિતાલી રાજે વનડેમાં 7805 રન બનાવ્યા છે અને ટી 20માં 2364 રન ફટકાર્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ 699 રન નોંધાવ્યા છે. મિતાલી રાજે કુલ 8 આંતરરાષ્ટ્રીય સદી પણ ફટકારી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ટોઠિદરા પંથકમાં ખાણ ખનીજનાં ચેકિંગ દરમિયાન રોયલ્ટી વિનાની પાંચ ટ્રકો ઝડપાઇ.

ProudOfGujarat

એઈમ્સને જોડતા ફોરલેન સિક્સલેન રોડને મળી મંજૂરી : 1,200 કરોડના ખર્ચે અત્યાધુનિક એઇમ્સ હોસ્પિટલ બનશે.

ProudOfGujarat

ભરૂચ : અંબિકા જવેલર્સમાં લૂંટ વિથ ફાયરિંગ કરી ફરાર થયેલા લૂંટારુઓ ઝડપાયા,પોલીસે મુદ્દામાલ સહિત ચારની કરી ધરપકડ..!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!