Proud of Gujarat
FeaturedGujaratINDIA

આ ઈલેક્ટ્રિક કાર મારુતિ અલ્ટો કરતા સસ્તી હશે પણ મળશે SUV જેટલા જ ફીચર્સ, જુલાઈમાં થશે લોન્ચ.

Share

સમગ્ર વિશ્વમાં ઈલેક્ટ્રિક વાહનોનું માર્કેટ ધૂમ મચાવી રહ્યું છે. ડીઝલ-પેટ્રોલ પર નિર્ભરતા ઘટાડવા અને ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે ભારતમાં પણ ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે. ઈલેક્ટ્રિક 2-વ્હીલર્સ હોય કે ઈલેક્ટ્રિક કાર, ઘણી નવી કંપનીઓ પણ તેમના બિઝનેસમાં પ્રવેશ કરી રહી છે. આવી જ એક નવી કંપની આવતા મહિને એક સસ્તું ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેની કિંમત મારુતિ સુઝુકી અલ્ટોની આસપાસ હશે.

મુંબઈ સ્થિત સ્ટાર્ટઅપ કંપની PMV ઈલેક્ટ્રીકએ કન્ફોર્મ કર્યું છે કે તે જુલાઈમાં બજારમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર PMV EaS-E લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ તેની કિંમતો અંગેના રુમર્સ પર પણ પૂર્ણવિરામ મૂક્યું છે. PMV ઈલેક્ટ્રિકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર તેની કિંમત 4 લાખ રૂપિયા થવા જઈ રહી છે. હાલમાં મારુતિ અલ્ટોને માર્કેટમાં સૌથી સસ્તી માનવામાં આવે છે, જેની એક્સ-શોરૂમ કિંમત 3.25 લાખથી 5.02 લાખ રૂપિયાની વચ્ચે છે.

Advertisement

PMV ઇલેક્ટ્રિકની આ કાર ટુ સીટર હશે. આ કાર હાલમાં અંતિમ પ્રોટોટાઈપ સ્ટેજમાં છે. તેની ડિઝાઇન વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે Citroen AMI અને MG E200 થી પ્રેરિત છે. આગળના ભાગમાં, બોનેટની બરાબર LED DRL ની પટ્ટી આપવામાં આવી છે. બમ્પરની બરાબર નીચે રાઉન્ડ શેપ હેડલેમ્પ્સ છે. કારના વ્હીલ 13 ઈંચના છે.

બાજુમાં, PMV EaS-E નો લાર્જ ગ્લાસ એરિયા, મલ્ટી-સ્પેક એલોય અને ચાર દરવાજા મળશે. જો કે ચાર દરવાજા હોવા છતા પણ આ કારમાં સીટ 2 જ સીટ રહેશે. પાછળની તરફ જોતા આ કારમાં LED ટેલલેમ્પ આપવામાં આવ્યા છે. કંપનીએ આ કારમાં 10kWh ની લિથિયમ આયન ફોસ્ફેટ બેટરી આપી છે, તેની સાથે 15kW PMSM ઈલેક્ટ્રિક મોટર પણ છે. આ કાર કેટલી ટૉક જનરેટ કરશે તે હજુ ક્લીયર નથી થયું. પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે તેની ટોપ સ્પીડ 70 kmph હશે.

આ નાની ઈલેક્ટ્રિક કારની રેન્જ અંગે કંપનીનું કહેવું છે કે વેરિએન્ટના આધારે તે એકવાર ફુલ ચાર્જ થવા પર 120 કિમીથી 200 કિમી સુધી ચાલશે. આ કાર ત્રણ વેરિઅન્ટમાં આવી રહી છે. તેને સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ 4 કલાકનો સમય લાગશે. કંપનીએ કાર સાથે 3kW AC ચાર્જર આપ્યું છે.

કારના અન્ય ફીચર્સની વાત કરીએ તો, કંપનીએ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, યુએસબી ચાર્જિંગ પોર્ટ, એર કંડિશનર, ક્રૂઝ કંટ્રોલ, સીટ બેલ્ટ, રિયર પાર્કિંગ કેમેરા, રિમોટ કીલેસ એન્ટ્રી અને પાર્કિંગ આસિસ્ટ આપવાનો દાવો કર્યો છે. ડ્રાઇવિંગ મોડના નામ પર, કંપનીએ Eas-E મોડ આપ્યો છે, જે કહેવામાં આવી રહ્યું છે કે આ મોડમાં ડ્રાઇવિંગ કરતી વખતે ફીટનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં. આ મોડ માટે, કંપનીએ સ્ટિયરિંગ પર જ બ્રેક અને એક્સિલરેટર બંનેનું કંટ્રોલ આપ્યું છે.

PMV ઇલેક્ટ્રિકે પણ આ પ્રારંભિગ ધોરણે કારનું બુકિંગ શરૂ કરી દીધું છે. તમે આ કાર માત્ર રૂ.2000માં બુક કરાવી શકો છો. કંપનીની વેબસાઇટ પર કાર બુક કરવાની સુવિધા ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે બુકિંગની રકમ સંપૂર્ણપણે રિફંડપાત્ર છે. કંપનીનું કહેવું છે કે તે એપ્રિલ 2023 પછી તેની ડિલિવરી શરૂ કરશે. કંપની આ કારને ઘણા શાનદાર રંગોમાં લાવી રહી છે.


Share

Related posts

ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાનાને બનાવાયા દિલ્હીના પોલીસ કમિશનર

ProudOfGujarat

અમદાવાદનાં લોકો માટે કોરોનાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર : 7 કોરોના વોર્ડ બંધ કરવામાં આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર-ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવતીનું કમકમાટીભર્યું મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!