Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના નાની ઇન્દોર ગામે સગીરાને ભગાડી જનાર યુવકને સિસવા ગામેથી ઝડપી લેવાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નાની ઇન્દોર ગામે થોડા દિવસ પહેલા ગામનો મુબારક દિવાન‌ નામનો યુવાન એક ચૌદ વર્ષની સગીરાને પટાવી-ફોસલાવીને લગ્ન કરવાના ઈરાદે તેને ભગાડી ગયો હોવા બાબતની ફરિયાદ ઉમલ્લા પોલીસમાં લખાવા પામી હતી.સગીરાના પરિવારજનોએ સગીરાની શોધ કરવા છતા તે લોકોની કોઇ ભાળ ન મળી નહતી.આ સગીર વયની હિન્દુ યુવતીને ભગાડી જનાર વિધર્મી યુવક મુબારક વડોદરા જિલ્લાના સિસવા ગામે હોવાની બાતમી મળતા ઉમલ્લા પોલીસે સિસવા ગામે જઇને તપાસ કરતાં મુબારક ઈસ્માઈલ દિવાન ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપાઇ ગયો હતો.પોલીસે સગીરાને પણ હસ્તગત કરીને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.ઉમલ્લા પોલીસે યુવાનની ધરપકડ કરીને તેની સઘન પૂછપરછ શરુ કરી છે.ભોગ બનનાર આ સગીરાનુ ધર્માંતર કરાયુ છેકે કેમ તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુલામહુશેન ખત્રી – રાજપારડી..

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં છઠપૂજા ની ઉજવણી કરતા ઉત્તર ભારતીય પરિવાર

ProudOfGujarat

ઝઘડિયાના એક ગામે પ્રેમીના અન્ય સાથેના લગ્નની વાતથી નારાજ પ્રેમિકાએ દવા ગટગટાવી.

ProudOfGujarat

વલસાડની એક કોલેજમાં દારૂ સાથે ઝડપાવા બદલ રસ્ટીગેટ કરેલો એક વિદ્યાર્થી પરિક્ષા આપ્યા વગર જ પાસ થતા રોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!