Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ગેસ ગળતરમાં 6 લોકોના મોત મામલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 5 શખ્સોની કરી અટકાયત.

Share

સુરતમાં ગેસ ગળતરના કારણે 6 મજૂરોના મોત થયા હતા. સુરત પોલીસ આ ઘટનાના ભરૂચ સાથે જોડાયેલ હોવાની માહિતી ભરૂચ પોલીસને આપતા ક્રાઇમ બ્રાન્ચે ઘટનામાં શકમંદ 5 શખ્સોની અટકાયત કરી સુરત પોલીસને સોંપાયા છે. ઘટનાનો મુખ્ય સ્ત્રોત એવું ઝેરી કેમિકલ અંક્લેશ્વરની ફેક્ટરીમાંથી રવાના થયું હોવાની પોલીસને આશંકા છે.

તા ૦૬/૦૧/૨૦૨૨ નારોજ વહેલી સવારે આશરે ચારેક વાગ્યે સચીન જી.આઈ.ડી.સી. રોડ નં.૦૩ વિશ્વાપ્રેમ મીલ પાસે આવેલ કુદરતી નાળા નજીક પાર્ક થયેલ ટેન્કર નંબર GJ – 06-22-6221 માંથી ગેરકાયદેસર રીતે ઓધોગિક કેમિકલ યુક્ત પ્રવાહી નિકાલ કરતી વખતે ઉદભવેલ ફ્યુમ્સના કારણે કેમીકલની અસરથી ૦૬ જણા મરણ ગયેલ અને ૨૩ જણાને સારવાર હેઠળ નવિ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. આ બનાવ સંદર્ભે એ.સી.પી જે.કે.પંડ્યા તથા પોલીસ ઇન્સપેક્ટર જે.પી.જાડેજા તથા તેઓના પોલીસ સ્ટાફના માણસોએ તાત્કાલીક બનાવવાળા સ્થળે પહોંચી ભોગ બનનાર નાઓનુ રેસ્ક્યુ કરવામાં આવેલ જેથી બનાવ સંદર્ભે વધુ જાનહાની ટાળી શકાયેલ. આ બનાવ સંદર્ભે સચીન જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન એ – પાર્ટ ગુ.ર.ન ૧૧૨૧૦૦૦૨૨૨૦૧૦૭ ઈ.પી.કો. કલમ ૩૦૪ , ૩૩૬ , ૩૩૭ , ૩૩૮ , ૨૮૪ , ૨૭૭ , ૨૭૮ , ૧૨૦ ( બી ) તથા એન્વાયરમેન્ટ પ્રોટેકશન એક્ટની કલમ ૧૫ મુજબનો ગુનો નોંધવામાં આવેલ અને આ ગંભીર ગુનાની ખુબજ ઝીણવટભરી તપાસ થવા અંગે તેમજ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે આ ગુનાની તપાસ પોલીસ કમિશ્નર દ્વારા સુરત કાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલ સુરત શહેર પોલીસ કમિશ્નરની સુચના તથા અધિક પોલીસ કમિશ્નર ટ્રાફીક અને ક્રાઈમના સીધા માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ કમિશ્નર કાઈમ બ્રાન્ચની રાહબરી હેઠળ, ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર કાઈમ દ્વારા કાઈમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટિમ બનાવી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (૧) આશિષકુમાર દુધનાથ ગુપ્તા ઉ.૨૪૧ રહેવાસી એ ૧૦૬, એમ્પેરીયલ કોમ્પલેક્ષ રણોલી જી.આઈ.ડી.સી વડોદરા (ર) પ્રેમસાગર મપ્રકાશ ગુપ્તા ઉ.વ .૩૩ રહેવાસી ૮૪-૮૫ , શિવ નગર સોસાયટી, સચીન પારડી, સુરત (૩) જયપ્રતાપ રામકિશોર તોમર ઉ.વ .૨૪ રહેવાસી ૨૮૪૨૮૨, આલીશાન સીટી, ગામ જીતાલી તા અંકલેશ્વર જી. ભરૂચ (૪) વિશાલ ઉર્ફે છોટુ અનિલકુમાર યાદવ ઉ.વ.૨૧ રહેવાસી બીઝર ફ્લેટ નં, પર, નવસર્જ સોસાયટી, સરદાર પાર્ક, અંકલેશ્વર જી.આઈ.ડી.સી, જી, ભરૂચને પકડી પાડી પાડેલ છે. જે કામગીરીમાં ભરૂચ જીલ્લા પોલીસ તથા વડોદરા શહેર પોલીસની પણ મદદ મળેલ છે, આ ગુનામાં આરોપી આશિષકુમાર દૂધનાથ ગુપ્તાએ અનઅધિકૃત રીતે ઔદ્યોગિક કેમિકલ યુક્ત પ્રવાહી નિકાલ કરવા માટે આરોપી વિશાલ ઉર્ફે છોટુ યાદવ તથા જયપ્રતાપ તોમર નાઓને કેમીકલ પુરૂ પાડેલ અને આ બન્ને આરોપીઓએ ટેન્કર નંબર, 1-06-22-6221 માં આ ઔધોગિક કેમીકલ યુક્ત પ્રવાહી ભરી આરોપી સુરેન્દ્રસીંગ ડ્રાઈવર તથા પ્રેમસાગર ગુપ્તા મારફતે સચીન જી.આઇ.ડી.સી. રોડ નં.૦૩ વિશ્વાપ્રેમ મીલ પાસે નિકાલ કરવા જતા આ દુર્ઘટના સર્જાયેલ હોવાનું હાલ સુધીની તપાસ દરમ્યાન જણાય આવેલ છે. આ કામે પકડાયેલ આરોપીઓના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી આ ગુનાની ઝીણવટભરી તપાસ ચાલુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ એ.એચ.ટી.યુ યુનિટ દ્વારા પરીએજ ગામે કુમારશાળા તથા ગામની માધ્યમિક હાઈસ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

વડતાલ ધામ દ્વિ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ પૂનમ સુધી ચૈત્રી સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાશે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!