Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાનાં કંબોઇ ખાતે આવેલ સ્તંભેશ્વર મંદિર કોરોના અંતર્ગત બંધ કરવામાં આવ્યું.

Share

હાલમાં ગુજરાતમાં દિવસે દિવસે કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહેલ હોય, જે અનુસંધાને ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ કાવી કંબોઈ ખાતેનું સ્તંભેશ્વર મહાદેવ મંદીર અનિશ્ચિત સમય માટે શ્રધ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યુ છે. મંદિરના ગાદીપતિ = વિધ્યાનંદાજી મહારાજે એક જાહેર નિવેદન કરીને જણાવ્યુ છે કે કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવનું મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ રાખવામાં આવશે. કોરોના સંક્રમણને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાબતે તમામ ભક્તોએ નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્તંભેશ્વર મહાદેવ મંદિર દક્ષિણ ગુજરાતનું સોમનાથ ગણાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચના નીલકંઠ મહાદેવ મંદિર વિસ્તારમાં અસામાજિક તત્ત્વોનો આતંક..

ProudOfGujarat

જંબુસર જી.ઈ.બી. નાં લાઈનમેનનું વયનિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!