Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર ખાનપુરદેહનાં સરપંચ અને જંબુસર તાલુકા પંચાયતનાં અધિક મદદનીશ ઇજનેર ૧.૪૦ લાખની લાંચ લેતા ઝડપાયા.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસરના ખાનપુરદેહના સરપંચ અબ્દુલ રશીદ સુલેમાન પટેલ અને જંબુસર તાલુકા પંચાયતના બાંધકામ વિભાગના અધિક મદદનીશ ઈજનેર શશીકાંત મોહનભાઇ ચૌધરી નાઓએ ફરીયાદી પાસેથી ગ્રામ પંચાયતના મેટલ તથા સીસીરોડના કામો કરેલ બિલના ચેક ૧.૫૬ લાખના થતા હોય તેના ઉપર સહી કરવા માટે અગાઉ તેમજ હાલના કામના બિલ મળી રૂ.૧.૪૦ લાખની લાંચની માંગણી કરી હતી.

ઘટના અંગે ફરીયાદીએ વડોદરા ગ્રામ્ય એ.સી.બી. માં ફરિયાદ કરતા એ.સી.બી. એ ભરુચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં સી-કુંડના ગોડાઉનની ઓફિસમાં છટકું ગોઠવ્યુ હતું જ્યાં લાંચની રકમ સ્વીકારવા માટે આવેલ ઈસમ તેમજ અન્ય એક ઇસમને મદદગારી હેતુ ઝડપી પાડી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

એ.સી.બી ના હાથે સરપંચ અને અધિક મદદનીશ અધિકારી લાંચ લેવાની ઘટના સામે આવતા પંથકમાં ભારે ખળભળાટ મચ્યો હતો, હાલ સમગ્ર મામલે એ.સી.બી એ બંને લાંચિયા ઇસમોની ધરપકડ કરી તેઓની મામલે વધુ પૂછપરછ હાથધરી છે.


Share

Related posts

અમદાવાદ-ગોમતિપુર વિસ્તારમાં વરસાદના કારણે મેટ્રો ટનલ રૂટની આસપાસની જમીન બેસી ગઇ…

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન રોડ પરના ભૃગુમંઝીલ શોપીંગમાં ૪ દુકાનોના તુટ્યા તાળા, ચોરીના સી.સી.ટી.વી આવ્યા સામે.

ProudOfGujarat

ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં ગેરકાયદેસર વહન થતી ભેંસો બચાવી લેવાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!