Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જંબુસરના કલક ગામે પુત્રીને ગૌરીવ્રતનું ખાવું આપવા જતાં પિતાનું અકસ્માતમાં મોત નીપજયું.

Share

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામે રહેતાં એક યુવક તેની પુત્રીને ગૌરીવ્રતનું ખાવું આપવા માટે બાઇક પર જઇ રહ્યાં હતાં. તે સમય દરમિયાન તેમના ગામ પાસે રોડ પરના ખાડાને કારણે તેમનું સ્ટિયરિંગ પરનો કાબુ નહીં રહેતાં બાઇક સ્લીપ થઇ ગઇ હતી.

અકસ્માાતમાં પિતાનું મોત થતાં જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જંબુસરના કલક ગામે વાળંદ ફળિયામાં રહેતાં હાર્દિક પંચાલના પિતા નવીન ધુળાભાઇ પંચાલ બાઇક લઇને જંબુસર ખાતે પરણાવેલી તેમની પુત્રી દિયાને ગૌરીવ્રતનું ખાવુ આપવા માટે નિકળ્યાં હતાં.
તેઓ ગામથી બે કિમી દુર જ ગયાં હતાં. ત્યાં રસ્તા પરના ખાડાઓને કારણે તેમનું સ્ટિયરિંગ પર કાબુ નહીં રહેતાં તેમની બાઇક સ્લીપ થઇ જતાં તેઓ જમીન પર પટકાયાં હતાં. અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું.

Advertisement

ત્યાંથી પસાર થતાં કોઇ શખ્સે તેમના ખીસ્સામાંથી મોબાઇલ કાઢી તમના પરિવારજનોને જાણ કરતાં તેઓ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. મૃતકના પુત્ર હાર્દિકે જંબુસર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

જંબુસર તાલુકાના ડાભા ગામે ભારે વરસાદથી નવીનગરી વિસ્તારમાં પાણી ભરાયા.

ProudOfGujarat

નડિયાદ : દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે મતદાન મથકોએ વિશેષ સુવિધા ઊભી કરાશે.

ProudOfGujarat

ભરૂચ : વતન જવા માંગતા શ્રમિકોની પડખે કોંગ્રેસ આવી, ટીકીટ દર તેમજ ફૂડ પેકેટ માટે વહેંચવામાં આવ્યા રોકડ રૂપિયા,જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!