Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં અંધ આશ્રમ પાસેના જર્જરીત ૧૪૦૪ આવાસને પાંચ દિવસમાં જ ખાલી કરવા મહાનગરપાલિકા એ આપી નોટિસ

Share

જામનગર મહાનગરપાલિકાના અંધાશ્રમ પાસે આવેલા ૧૪૦૪ આવાસ કે જે હાલ અતિ જર્જરીત બન્યા છે, જેને મહાનગરપાલિકા દ્વારા પાંચ દિવસમાં જ ખાલી કરી આપવા આખરી મહેતલ આપવામાં આવી છે. ત્યારબાદ મહાનગરપાલિકા એક તરફી કબજો સંભાળી લઈ પાડતોડ ની કાર્યવાહી હાથ ધરશે, તેવી પણ તાકીદ કરાતાં સ્થાનિક રહેવાસીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. જામનગરમાં અંધ આશ્રમની સામે ટીપી સ્કીન નંબર 2 ના એફ પી નંબર ૫૫ તથા ૯૫ વાળી જમીન પર એસ.ઇ.ડબલ્યુ.એસ. યોજના હેઠળ ૧૪૪ આવાસ બનાવાયા હતા, કે જે હાલ જર્જરિત હાલતમાં છે ઉપરોક્ત ૧૨ બિલ્ડીંગના ૧૨૭ બ્લોકમાં ૧૪૦૪ આવાસ આવેલા છે, તે તમામ આવાસ અતિ ભયજનક સ્થિતિમાં છે, અને મહાનગરપાલિકા દ્વારા એક થી વધુ વખત નોટિસ આપીને ખાલી કરવા અથવા તો રીપેર કરવા જણાવાયું છે.

છેલ્લે ૨૦૧૮ થી ૨૦૨૩ સુધી દર વર્ષે ચોમાસાની ઋતુ પહેલાં નોટિસ આપીને આવાસને સ્વેચ્છાએ સેઈફ સ્ટેજે લઈ જવા જણાવ્યું હતું. ઉપરાંત ગત જૂન ૨૦૨૩ માં પણ તમામ ૧૪૦૪ આવાસો ના ઘરે સર્વે કરીને જે ફ્લેટ ખુલ્લા હતા તેઓને રૂબરૂ નોટિસ પાઠવીને તેમજ બંધ હતા તેમના દરવાજા પર આખરી બજવણી કરવામાં આવી હતી. તેમ છતાં પણ હજુ આવાસ યોજનાના વપરાશ કર્તાઓ દ્વારા જર્જરિત આવાસ ખાલી કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આખરે મહાનગરપાલિકા દ્વારા ઉપરોક્ત તમામ આવાસ ના ૧૪૦૫ બ્લોકને પાંચ દિવસની અંદર ખાલી કરી આપવા માટેની આખરી મહેતલ અપાઈ છે.

Advertisement

જે સમય ગાળા દરમિયાન તમામ મકાન માલિકો પોતાનો સર- સામાન સંપૂર્ણપણે ખાલી કરીને આવાસ છોડીને જતા રહેવાનું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ જામનગર મહાનગર પાલિકા દ્વારા તમામ આવાસો બંધ હોય કે વપરાશ અવસ્થામાં હોય, તેનો એક તરફી કબજો સંભાળી લઈ તેની પાડતોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે, અને જે કોઈ આવાસ ધારકોના સર સામાન બાબતે ના નિભાવ અંગેની જવાબદારી જામનગર મહાનગરપાલિકાની રહેશે નહીં તેવી પણ જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર દ્વારા તાકીદ કરી દેવામાં આવી છે.


Share

Related posts

અંકલેશ્વરનાં જુના દિવા ગામની સીમમાં જુગાર રમતા ૮ જુગારી ઝડપાયા, ૧૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો..!

ProudOfGujarat

વાગરા તાલુકાના રહિયાદ ગામના ખેડુતોઓ વિવિધ પડકાર પ્રશ્ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

શ્રીજી મહોત્સવની ઉજવણી સાદાઈથી થતાં ભરૂચ જીલ્લામાં કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી પડયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!