Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગરની જી.જી.હોસ્પિટલમાં યૌન શોષણ મામલે ફરિયાદ બાદ બે આરોપીની ધરપકડ : હજી ત્રણ નામ બહાર આવવાની સંભાવના.

Share

જામનગર જી.જી. હોસ્પિટલમાં મહિલા યૌન શોષણ મામલે આરોપીની પોલીસ તંત્ર દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા બે ઇસમોને ગઇરાત્રે ઝડપી પાડવામાં આવ્યા હતા. હવે તેમને કોર્ટમાં રજૂ કરાશે. મહિલા અટેન્ડન્ટને ન્યાય મળે એ માટે જામનગરમાં અગ્રણી મહિલાઓ દ્વારા મહિલા પંચની રચના કરવામાં આવી હતી. મહિલા પંચ દ્વારા જામનગર જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મંગળવારે લાલ બંગલા સર્કલમાં ધરણાં પણ યોજવામા આવ્યાં હતાં. કોરોનાની બીજી વેવ દરમિયાન જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બે હજાર કરતાં વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જેમની દેખરેખ માટે 500 કરતાં વધુ અટેન્ડન્ટ્સની નિમણૂક કરવામાં આવી હતી. આ અટેન્ડન્ટ્સ પૈકીની કેટલીક મહિલા અટેન્ડન્ટસ દ્વારા તેમના સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો કરાયા હતા. સુપરવાઈઝર શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો.

જો મહિલા અટેન્ડન્ટ તૈયાર ના થાય તો તેને નોકરીમાંથી દૂર કરવામા આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો. યૌન શોષણ મામલે એચ.આર મેનેજર એલ.બી. પ્રજાપતિ અને અકબર અલી નામના શખસની ધરપકડ કરાઇ છે. ત્યારબાદ યૌન શોષણમાં વધુ નામ ખુલવાની શક્યતા છે. આરોપીઓ દ્વારા યુવતીઓ સાથે શારીરિક અડપલાં કરી ફોટા પાડવામાં આવતા હતા અને એ ફોટાઓના આધારે મહિલાઓને બ્લેકમેઇલ કરી શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરાતી હતી. જ્યારે આગળની તપાસમાં હજુ પણ બે-ત્રણ લોકોનાં નામ સામે આવી શકે છે. મહિલાઓ શારીરિક સંબંધો બાંધવા રાજી ન થાય તો તેને નોકરી પરથી બરતરફ કરી ફોટાઓ વાઇરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. ત્યારબાદ આખરે યૌનશોષણ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીને અટક કરવામાં આવી છે અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

સરકારી કોવિડ હોસ્પિટલમાં મહિલા અટેન્ડન્ટના યૌન શોષણનો મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે કડક તપાસના આદેશ આપ્યા હતા. ખુદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ જામનગર કલેકટર સાથે વાત કરી કડક તપાસના આદેશ આપ્યા હતા. કલેકટર દ્વારા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ત્રણ સભ્યોની કમિટી રચવામા આવી હતી. કમિટી દ્વારા મહિલા અટેન્ડન્ટનાં નિવેદનો નોંધી રિપોર્ટ તૈયાર કર્યો હતો અને સરકારને મોકલી આપ્યો હતો.

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા અટેન્ડન્ટ દ્વારા સુપરવાઈઝર સામે કરેલા ગંભીર આક્ષાપો બાદ એક પુરુષ તબીબ પણ મહિલા અટેન્ડન્ટના સમર્થનમાં સામે આવ્યો હતો. પુરુષ તબીબ દ્વારા કોણ અને કેવી રીતે મહિલા અટેન્ડન્ટનું શોષણ કરતું હતું એનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. તબીબે પોતાનું નામ ગુપ્ત રહે તો સરકાર દ્વારા નિમાયેલી કમિટી સમક્ષ પોતાનું નિવેદન આપવા પણ તૈયાર બતાવી હતી. સરકારી કોવિડ હોસ્પિટલમાં મહિલા અટેન્ડન્ટના થયેલા શારીરિક શોષણ મામલે રાજ્ય મહિલા આયોગ દ્વારા ડીજીપીને પત્ર લખી સત્વર તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી.

આ મામલે કુલ કેટલી મહિલાઓ ભોગ બની છે એ અંગે પણ તપાસ કરી રિપોર્ટ કરવા સૂચના આપવામા આવી હતી. તો અમદાવાદની ત્રણ મહિલા સંસ્થાઓના મહિલા આગેવાનોએ પણ પીડિત મહિલા અટેન્ડન્ટની મુલાકાત લીધી હતી અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.


Share

Related posts

ઇંગ્લીશ દારૂ તથા બીયર બોટલ તથા ટીન મળી કુલ ૪૫૦૦૦/- નો મુદ્દામાલ શોધી કાઢતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : કોરોના મહામારીમાં સલાહ આપનારા જ માસ્ક ન પહેરતા હોવાના આક્ષેપ, જાણો વધુ.

ProudOfGujarat

નડિયાદનાં ભગાપુરાથી ગેરકાયદેસર પોશડોડાનાં ભુક્કા સાથે એક આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!