Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદનાં ભગાપુરાથી ગેરકાયદેસર પોશડોડાનાં ભુક્કા સાથે એક આરોપી ઝડપાયો.

Share

નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભગુપુરામાંથી પોષડોડાના ભૂક્કા સાથે એક શખ્સને ઝડપી લેવાયો છે.

મહે.પોલીસ મહાનિદેશક ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્રારા NDPS ના કેસો શોધી કાઢવા અને અસરકારક કામગીરી થાય તે સારૂ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ તે દરમ્યાન માહિતી મળેલ કે નડીયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા મનુભાઇ દેસાઇભાઇ વાધેલા રહે,ભગાપુરા તાબે ચકલાસી તા.નડીયાદ જી.ખેડા નાઓ પોતાના રહેણાંક ઘરમાં નશીલો પદાર્થ પોશડોડાનો ભૂક્કો હોવાની માહીતી સદર જગ્યાએ એએસ.ઓ.જી સ્ટાફ તથા સરકારી પંચો સાથે રેઇડ કરતા આરોપી તથા ત્રણ પ્લાસ્ટીકના મીણીયાના કોથળામા પોશડોડાનો ભૂક્કો જેનુ વજન ૪૪,૫૦૦ કિ.ગ્રા. કિં.રૂ.૧,૩૩,૫૦૦/- તેમજ તથા બે નમુનાના સેમ્પલનો ૧૦૦-૧૦૦ ગ્રામ લેખે ૨૦૦ ગ્રામ પોશડોડાનો ભૂક્કો તથા સાદો વજન કાંટો તથા ત્રણ વજનીયા મળી કિં.રૂ.૧૫૦૦/- મળી કુલ કિં.રુ.૧,૩૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી નડિયાદ એ.સો.જી.પોલીસે તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

લીંબડી આર.એસ.એસ. નાં કાર્યકરોએ લીંબડી કોવિડ 19 માં કોરોના વોરીયર્સ તરીકે કામગીરી કરેલ કોરોના વોરિયરનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંક્લેશ્વર જીઆઇડીસીમાં બિનઅધિકૃત બાંધકામનું દબાણ દૂર કરવા નોટિસ

ProudOfGujarat

પાલેજ-વલણ ગામ વચ્ચેના રોડનું કામ પૂર્ણતાનાં આરે, વાહનચાલકોમાં ખુશીની લહેર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!