Proud of Gujarat
FeaturedGujaratINDIA

સંસદ ગૃહમાં રજૂ થયેલ કેન્દ્રના બજેટને જામનગર શહેર ભાજપ દ્વારા આવકાર.

Share

ભારત સરકારના સોમવારે સંસદગૃહમાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ થયેલા કેન્દ્રીય અંદાજપત્રને આત્મનિર્ભર અર્થવ્યવસ્થા તેમજ રાષ્ટ્રના વણથંભ્યા વિકાસની પરિપૂર્તિ સમાન ગણાવી જામનગર મહાનગર ભાજપના હોદ્દેદારોએ બજેટને હોંશભેર વધાવ્યું છે.

જામનગર શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. વિમલભાઈ કગથરા, શહેરના ધારાસભ્યો અને પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, પૂર્વ.રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદ પૂનમબહેન માડમ, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપરાંત નગરના મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર , સ્ટે. કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા શહેર સંગઠનના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, અને મેરામણભાઇ ભાટુ સહિતના હોદ્દેદારો વગેરેએ વર્ષ ૨૦૨૨-૨૩ ના કેન્દ્રીય બજેટને એક સૂરથી આવકારી જણાવ્યું હતું કે, કોરોના મહામારીના અતિ કપરા સંજોગોમાં વિશ્વભરના દેશોનું અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે, ત્યારે ભારતની વર્તમાન સરકારે જી.ડી.પી.નો વિકાસદર યથાવત્ જાળવી રાખી શકાય તેવી અર્થ વ્યવસ્થાનું સતત બે વર્ષથી આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Advertisement

બજેટમાં સમાવિષ્ટ યોજનાઓ થકી કૃષિ ક્ષેત્રે ખેડૂતોની આવકમાં વધારો થશે, સંરક્ષણ ક્ષેત્રના ઉપકરણો આયાત કરવાના બદલે ઘરઆંગણે ઉત્પાદન વધારવામાં આવવાથી ઉદ્યોગોમાં રોજગારી વધશે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાખો નિવાસનું નિર્માણ થશે, દેશમાં પરિવહન અને માર્ગ નિર્માણમાં જબરદસ્ત ક્રાંતિ આવશે. આરોગ્ય સેવાઓ વૈશ્વિક કક્ષાની વિસ્તરણ પામશે, ઓર્ગેનિક ખેતી, નલ સે જલ, ડિજીટલ સેવાઓ, જમીન બાબતે વન નેશન, વન રજીસ્ટ્રેશન, પોસ્ટ ઓફિસમાં કોર બેન્કિંગ સેવાઓનું પ્રસ્થાન જેવી યોજનાઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ વર્ષ ૨૦૨૨-૨૩ નું કેન્દ્રીય બજેટ વિકાસશીલ હોવાથી તમામ વર્ગના લોકો માટે રાહતરૂપ બની રહેશે.


Share

Related posts

મેક્સિકોમાં બસ પલટી જતાં 3 બાળકો સહિત 18 લોકોનાં મોત, 29 ઘાયલ

ProudOfGujarat

*આજરોજ અંકલેશ્વર તાલુકાના ખુશાલી ઉછાલી ગામ પંચાયત સમરસ થઈ*

ProudOfGujarat

સાંસદ મનસુખ વસાવાએ રોયલ્ટી વિનાના ડમ્પર વિશેની કામગીરી પર પ્રશ્નોની ઝડી વરસાવતો વડોદરા કલેકટરને લખ્યો પત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!