Proud of Gujarat
FeaturedGujaratINDIA

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સ પલળ્યા, ખેડૂતોને લાખોનું નુકસાન

Share

ગુજરાતમાં હજુ આગામી પાંચ દિવસ દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદી માહોલ છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છે. વરસાદના કારણે સૌથી વધુ કફોડી હાલત ખેડૂતોની થઈ છે. ઉનાળાની સિઝનમાં કેરીનો મતલબ પાક ઈચ્છતા ખેડૂતોએ રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. જૂનાગઢમાં આજે વહેલી સવારે માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલુ વરસાદે હરાજી શરૂ કરવી પડી હતી.

વરસાદમાં કેરીના બોક્સ પલળી ગયા હતા જેને લઈ ખેડૂતોએ વરસતા વરસાદ વચ્ચે હરાજી કરવાની ફરજ પડી હતી. માર્કેટિંગ યાર્ડ ખાતે લાવવામાં આવેલા કેરીના 15 હજારથી બોક્સ પલળી ગયા હતા. માર્કેટિંગ યાર્ડમાં તલ, રાવણા, ચીકુ જેવા પાકોને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આવનાર દિવસોમાં હજુ પણ ખેડૂતો પોતાના બગીચાઓમાં રહેલી કેવી રીતે કેરીઓ બચાવે છે તે પણ જોવાનું રહેશે. આંબાના બગીચા ધરાવતા ખેડૂતોએ કેરીના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થતા સરકાર પાસે વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

Advertisement

ગુજરાતમાં છેલ્લા 6 કલાકમાં 60 થી વધુ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ, મોરબી અને ધ્રોલમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર, જામકંડોરણા, કોટડા સાંગાણી અને માંગરોળમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે.આજે પડેલા કમોસમી વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમા ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

અમદાવાદના ધોળકામાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વહેલી સવારે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જીને ધોધમાર 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગોંડલ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢ, ગીરમાં પણ તોફાની વરસાદ વરસ્યો છે. રાજકોટમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી.


Share

Related posts

માંગરોળ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ ખાતે બાળકોને પ્લસ પોલિયોની રસી પીવડાવી.

ProudOfGujarat

ભરૂચ : ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમ અને નદીનાં જળસ્તરમાં વધારો થયો.

ProudOfGujarat

ભરૂચ તલાટી મંડળના ઉપક્રમે તલાટીઓની સમસ્યા અંગે આવેદન પત્ર પાઠવાયુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!