Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાનાં વલણ ગામમાં માર્ગોનાં રીસરફેસિંગ તેમજ ગ્રામ પંચાયતનાં નવનિર્મિત મકાનનું ખાત મુહૂર્ત કરાયું હતું…

Share

કરજણ તાલુકાના વલણ ગામમાં કરજણ, શિનોર, પોર બેઠકના ભાજપનાં ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ત્રણ જેટલા કામોનું ખાત મુહૂર્ત કરાયું હતું. જેમાં વલણ-ધામણજા માર્ગ તેમજ વલણ ગામથી ને.હાઇવે તરફ જતા માર્ગનું રીસરફેસિંગ તેમજ ગ્રામ પંચાયતના નવનિર્મિત કાર્યાલયનું ખાત મુહૂર્ત કરાયું હતું.

છેલ્લા ઘણા સમયથી વલણ – ધામણજા માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો ભારે હાડમારી ભોગવી રહ્યા હતા. ધારાસભ્ય અક્ષય પટેલની રજૂઆતના પગલે મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી ઉપરોક્ત કામો મંજૂર થતાં હવે વલણ – ધામણજા માર્ગ તેમજ વલણથી ને.હાઇવે તરફ જતા માર્ગનું રીસરફેસિંગનું ખાત મુહૂર્ત થતા ગ્રામજનોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે. ખાત મુહૂર્ત કાર્યક્રમમાં સરપંચ રમણ વસાવા, તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

વડોદરા કરજણ નેશનલ હાઈવે 48 ઉપર ટોલનાકા પાસે કારમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી…

ProudOfGujarat

ભરૂચ શહેરનાં અયોધ્યા નગરનાં સંતોષી માતાનાં મંદિરની દાન પેટી તસ્કરો ઉઠાવી ગયા હોવાની ધટનાથી ભકતોમાં રોષ જોવા મળ્યો હતો.

ProudOfGujarat

આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી : જીવતાને કોરોનાની રસી મળતી નથી, ત્યારે પંચમહાલના ગોધરામાં મરેલાને રસી મૂકાઇ !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!