Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ મૂળનિવાસી એકતા મંચ દ્વારા મહામહિમ રાજ્યપાલને સંબોધીને કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું.

Share

કરજણ મૂળનિવાસી એકતા મંચ દ્વારા મહામહિમ રાજ્યપાલને સંબોધીને કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિભાગોમાં જુદી જુદી કેડરમાં સીધી ભરતીમાં અનામત નીતી અને અનામત માટે નામદાર સુપ્રીમ કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાઓની અમલવારી કરાવવા નિષ્ફળ સાબિત થઈ હોવાના આક્ષેપ કર્યા હતા.

હાલમાં ગુજરાત રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા તારીખ -૧૬/૦૩/૨૦૨૧ ના રોજ બહાર પાડવામાં આવેલ પી.એસ.આઈ ની જાહેરાતમાં અનામત નીતિનો સરેઆમ ભંગ કર્યો છે તથા ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા રાજ્યની અનુદાનિત કોલેજોમાં અનામત બેઠક નહિ ભરીને માત્ર બિનઅનામત બેઠકો ભરવા માટે કોલેજો દ્વારા એન.ઓ.સી આપવામાં આવે છે. વર્ષોથી કોલેજમાં રહેલી બેંકલોગ અને અનામત જગ્યાઓ નહી ભરીને અનામત નીતિનો છેદ ઉડાડવામાં આવી રહ્યો હોવાના પણ આક્ષેપ કર્યા હતા.

Advertisement

હાલમાં વિધાનસભાના સત્રમાં જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યની અનુદાનિત કોલેજોમાં કુલ ૧૫૮૬ અધ્યાપકોની જગ્યા ઓ ખાલી છે. જેમાંથી ૯૨૭ જગ્યાની જાહેરાત આપવામાં આવી નથી. બાકી રહેલ જગ્યાઓ એસ.સી, એસ.ટી, ઓબીસીની હોવાથી આ ભરતી કરતા નથી. જાણી જોઈને અનામત વર્ગ સાથે છેતરપિડી કરવામાં આવે છે એવા પણ આક્ષેપ કર્યા હતા. નામદાર કોર્ટનાં ચુકાદાની અવગણના કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા હતા.

ભારત સરકાર દ્વારા સંસદમાં પારીત કરવામાં આવેલા રિઝર્વસન ઇન ટીચર્સ એક્ટ ૨૦૧૮ મુજબ રાજ્યની બધી જ અનુદાનિત કોલેજોમાં કોલેજોનાં સ્થાપનાથી માંડી અત્યાર સુધીની બધી જ જગયાઓના રોસ્ટર રજિસ્ટર ફરી બનાવી સુધારી એસ.સી, એસ.ટી ની બેકલોગ અને અનામત જગ્યાઓની પ્રથમ ખાસ ભરતી માટેની જાહેરાત આપવામાં આવે ત્યારબાદ બિન અનામત જગ્યાઓની જાહેરાત આપવામાં આવે અને આ એક્ટનો અમલ કરવામાં આવે.

ગુજરાત સરકાર દ્વારા જે ભરતી પ્રક્રિયામાં અનમત નીતીનો સંપૂર્ણ અમલ થાય તથા સરકારનાં પરિપત્રોનો તથા નામદાર સુપ્રીમ કોર્ટે તથા હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મૂળનિવાસી એકતા મંચનાં અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર, રાજુભાઈ વસાવા, અનિલભાઈ એડવોકેટ, રસિકભાઈ તથા હિતેષ પરમારએ હાજરી આપી હતી.

યાકુબ પટેલ : કરજણ


Share

Related posts

ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાની ૩ નદીઓ ગાંડીતૂર, બે ના મોત

ProudOfGujarat

સુરત જિલ્લામાં પ્રથમ વખત માંગરોળના ઇસનપુર ગામે ઉજ્જવલા ૨.૦ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને મફત ગેસ કનેક્શનનું વિતરણ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના મંગલેશ્વર(કબીરવડ) ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!