(જી.એન.વ્યાસ)

મળતી માહિતી મુજબ નર્મદા ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે ગત રોજ ગ્રીન બિલ્ડીંગ લોકાર્પણ માનનીય શ્રી કેબિનેટ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. ત્યાર બાદ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રીબિન કાપી શાળાની બિલ્ડીંગનું ઉદઘાટન કર્યું હતું અને સમગ્ર બિલ્ડીંગનાં વિવિધ ભાગને નિહાળ્યા હતા. મહેમાન શ્રીઓનું સ્વાગત પ્રાથર્ના તથા સ્વાગત ગીત તેમજ ફૂલહાર થી કરવાના આવ્યું હતું. તેમજ શિક્ષણ મંત્રીશ્રીએ વિરભગતસિંહની પ્રતિમાને ફૂલહાર ચઢાવી પ્રણામ કર્યા હતા. આ કાર્યક્રમમાં માજી વનમંત્રી શબ્દશરણ તડવી, સાંસદ રામસિંગ રાઠવા, જીલ્લા પંચાયત પ્રમુખ રૂચિકા વસાવા , જીલ્લા શિક્ષણ અધિકારી ડો. નીપાબેન પટેલ.પ્રાંત અધિકારી, હોદ્દેદારો, શિક્ષકો, બાંધકામ સમિતિ ચેરમેન દીનેશભાઈ તડવી, રાજેન્દ્રસિંહ જાડેજા મામલતદારશ્રી મછાર (ગરૂડેશ્વર) સાથે મોતી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.શાળાની બિલ્ડીંગ નિહાળીને શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ખુશ થઇ ગયા હતા. સ્ટેજ પરના તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરાયું હતું. મહેમાન શ્રીઓએ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં કેવડીયા, તિલકવાડા, રાજપીપળા, ગરૂડેશ્વર પોલીસનો મહત્વનો ફાળો રહ્યો હતો.