Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટરની અધ્યક્ષતામાં યોજાઇ

Share

જિલ્લા કલેકટર કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં તથા જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યોની ઉપસ્થિતીમાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં માર્ગ અને મકાનના કામો, સ્વચ્છતા, સિંચાઇના કામો, તથા શાળામાં નવા  વર્ગખંડો અંગે ધારાસભ્યઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

આ રજુઆતોના સંબધિત વિભાગના ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા ઉત્તરો આપવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણી દ્વારા પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહીડા, કપડવંજ ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઇ ગઢિયા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ સહિત જિલ્લાના અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ અને નર્મદા જીલ્લા માં બી.ટી.પી. દ્વારા  આનંદ ઉત્સવ ઉજવાયો

ProudOfGujarat

નેત્રંગના ૧૨ ગામના અસરગ્રસ્ત ખેડૂતોનું યોગ્ય વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદન

ProudOfGujarat

સુરત : કતારગામ એમ્બ્રોડરીમાં થયેલ લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!