Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા હાઇવે પર આવેલ વેલ્ડીંગની દુકાનમાં તસ્કરો હાથફેરો કરી ફરાર

Share

ખેડા પાસે હાઈવે પર આવેલી વેલ્ડીગની દુકાનમાં રાત્રે બંધ દુકાનની પાછળની દિવાલમાં બાકોરુ પાડી તસ્કરોએ વેલ્ડીંગ મશીનરીના સાધનો સહિત કુલ રૂપિયા ૭૩ હજાર ૫૦૦ના મુદ્દામાલ ચોરી કરી ફરાર થયા છે. આ બનાવ મામલે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મુળ ઉત્તરપ્રદેશના વર્ષોથી ખેડામાં સ્થાઈ થયેલા અબ્દુલસઈદ બદ્દુદીન શેખ ખેડાના  હરીયાળા ગામના હઈવે પર વેલ્ડીગની દુકાન ચલાવે છે. સવારે ખોલતાં દુકાનમાં ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. તસ્કરો આ દુકાનના પાછળની બાજુની દિવાલમાં બાકોરુ પાડીને વેલ્ડીગ મશીનના ઉપયોગમાં આવતા સાધનો કુલ રૂપિયા રૂપિયા ૭૩ હજાર ૫૦૦ ના મુદ્દામાલ ચોરી કરી ફરાર થયા છે. આ બનાવ સંદર્ભે દુકાનના માલિક અબ્દુલસઈદ બદ્દુદીન શેખે ખેડા ટાઉન પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ઝઘડિયાનાં રાણીપુરા ગામની કેજીબીવી શાળાનું ગૌરવ.

ProudOfGujarat

ભરૂચ તાલુકા ના ટંકારીયા ગામ ખાતે બેકાબુ બનેલ કારે લારી તેમજ મોટરસાયકલો માં અથડતાં એક સમયે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ……..

ProudOfGujarat

ભરૂચ સ્ટેશનરોડ પાસે ફ્રૂટ માર્કેટને હોકર્સ ઝોન બનાવવાના હેતુથી હંગામી રીતે સ્થળાંતર કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!