Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લાના કઠલાલ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત

Share

ખેડા જિલ્લાના કઠલાલ પાસે વેજલીયા-સરખેજ રોડ પર અજાણ્યા વાહને બે મોટરસાયકલને અડફેટે લેતાં એક મોટરસાયકલ ચાલકનું મોત નિપજ્યું છે. આ મરણજનાર યુવાન દશામાનુ વ્રત હોય બહેનને સાસરીમાં લેવા જતા અકસ્માત નડ્યો છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જોઈતાજીની મુવાડી ગામે રહેતા  અર્જુન લીલાભાઇ ઠાકોર પોતાની બહેનને દશામાનુ વ્રત હોવાથી તેણીની સાસરીમાં મોટરસાયકલ લઇને અર્જુન સરખેજ બહેનને લેવા માટે ગયો હતો. ખેડા જિલ્લાના કઠલાલના વેજલીયા-સરખેજ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા વાહને તેના ઉપરોક્ત મોટરસાયકલ અન્ય મોટરસાયકલ ને ટક્કર મારી નાસી ગયો  હતો. આથી બંને મોટરસાયકલ ચાલક વાહન સાથે રોડ પર પટકાયા હતા. આ અકસ્માતની ઘટનામાં ઉપરોક્ત અર્જુન લીલાભાઇ ઠાકોરનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જ્યારે અન્ય બાઈક સવારને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ  અકસ્માત બનાવ મામલે મૃતકના મોટાભાઈ કરણભાઈએ કઠલાલ પોલીસમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

વાલિયા ચોકડી પાસે શંકાસ્પદ “PREGABALIN” કેમિકલ પાઉડર સાથે બે ઇસમોને ઝડપી પાડતી એસ.ઓ.જી

ProudOfGujarat

ગોધરા : સફાઇકામદારોની હડતાળનો આખરે અંત આવ્યો, જાણો કારણ.

ProudOfGujarat

યાત્રા ધામ ખાતે દારૂ અને જુગારની બદી બંધ કરાવવા આવેદન પત્ર પાઠવવા પડે છે.યાત્રા ધામ અંગારેશ્વર, શુક્લતીર્થ, નિકોરા, મંગલેશ્વર, જનોર વિસ્તારમાં ઇંગલિશ દારૂ ,જુગાર ,સટ્ટા બેટિંગ બંધ કરાવવા બાબતે અંગારેશ્વર ગ્રામ પંચાયતના સભ્યોએ આવેદન પત્ર પાઠવાયું….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!