Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેડા જિલ્લા કલેક્ટરની ખાદ્યતેલ અને ખાદ્ય તેલીબીયામાં સ્ટોક લિમિટ બાબતે યોજાઇ બેઠક.

Share

આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં ખાદ્યતેલ અને ખાદ્ય તેલીબીયાના ખૂબ ઊંચા ભાવ તેમજ અલગ-અલગ રાજ્ય સરકાર અને કેટલાક સ્ટોક હોલ્ડર્સ દ્વારા આપવામાં આવેલ અભિપ્રાયને ધ્યાનમાં લઈ ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ખાદ્યતેલ અને ખાદ્યતેલીબિયાની સંગ્રહખોરીને લીધે થઈ રહેલ કુત્રિમ ભાવ વધારાને નિયંત્રિત કરવા માટે ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં ખાદ્યતેલ અને ખાદ્યતેલિબીયાના સ્ટોક લિમિટ બાબતની બેઠકમાં ખેડા જિલ્લાના તેલિબીયાના અગ્રણી વેપારીઓ ઊપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ સૌ વેપારીઓને ખાદ્યતેલ અને ખાદ્યતેલીબિયાના સ્ટોક બાબતે આવેલ નવા નિયમોથી અવગત કરતા જણાવ્યું હતું કે, સૌ વેપારીઓએ અંગેના નિયમોનું ચુસ્ત પાલન કરવુ તેમજ જરૂરી માહિતી અપલોડ સમયસર કરવાની રહેશે તેઓએ જિલ્લામાના ખાદ્યતેલ/ખાદ્યતેલીબિયાના સ્ટોક હોલ્ડર્સ, જેમકે રીફાઈનર, મિલર્સ, એક્સટ્રેક્ટર, ઈમ્પોર્ટર્સ, એક્પોર્ટર્સ, હોલસેલર્સ, રીટેઈલર્સ, ડીલર્સ કે અન્ય ભારત સરકારની વેબસાઈટ https://eveqolls.nic.in/eosp/login પર રજીસ્ટર કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી, ખેડા જિલ્લાના ખાદ્યતેલીબિયાના મોટા વેપારીઓ તથા જિલ્લા પુરવઠાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ દૂધધારા ડેરીમાંથી પનીર અને અમુલ ગોલ્ડ દૂધ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, 5 સામે પોલીસ ફરિયાદ

ProudOfGujarat

રાજપીપલા આયુર્વેદિક હોસ્પિટલમાં મંજુર થયેલ તબીબો,અન્ય મહેકમની જગ્યાઓ પુરતી સંખ્યામાં ભરતી કરવા પી.ડી.વસાવાની રજુઆત.

ProudOfGujarat

મનહરનો માત્ર લધુમતી પ્રેમ..? ભરૂચ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને પ્રચારમાં જોઇએ તેવો જન સમર્થન કેમ નથી મળી રહ્યો..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!