Proud of Gujarat
FeaturedGujaratINDIA

લમ્પી વાઇરસને લઇને ખેડા જિલ્લા પશુપાલન વિભાગની ૪૦ ટીમો સર્વેની કામગીરીમાં લાગી.

Share

ખેડા જિલ્લામાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝના બચાવ અને નિયંત્રણની કામગીરીના ભાગરૂપે ખેડા જિલ્લાના કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની કમિટીની બેઠક યોજવામાં આવી. જેમાં કમિટીના જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેકટરએ સરકારની પ્રવર્તમાન ગાઈડલાઈન મુજબ પશુઓમાં જોવા મળતા લમ્પી સ્કીન ડીસીઝના બચાવ તથા નિયંત્રણ અર્થેની કામગીરી કરવા માટે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપી.

લમ્પી વાઈરસએ પશુઓમાં જોવા મળતો ચામડી રોગ છે. જે માખી-મચ્છર, જુ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આ રોગના લીધે ચામડી ઉપર આખા શરીર ઉપર ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, તાવ આવવો, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, પશુનુ ખોરાક ખાતું બંધ થવું, મોઢામાંથી લાળ પડવી, દૂધ ઉત્પાદન ઘટવું વગેરે લક્ષણો જોવા મળે છે. પરંતુ પશુઓનું મરણ પ્રમાણ નહીવત હોય છે. હાલ ખેડા જિલ્લા પશુપાલન વિભાગની કુલ ૪૦ ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. પશુઓમાં રોગના કોઈ પણ લક્ષણ દેખાયેથી નજીકના સરકારી પશુ દવાખાના અથવા અમુલ ડેરી પશુ સારવાર કેન્દ્ર અથવા એનિમલ હેલ્પલાઇન ટોલફ્રી નંબર ૧૯૬૨ નો સંપર્ક કરવા અનુરોધ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : દાઉદી વ્હોરા સમાજ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નાનામોટા વેપારીઓને સ્કીનીંગ કાર્ડ આપવાની શરૂઆત.

ProudOfGujarat

કર્ણાટક હિજાબ વિવાદની હાઈકોર્ટના નિર્ણયની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!