Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડાનાં મહુધા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

Share

ખેડા જિલ્લાના મહુધા ખાતે મામલતદાર કચેરીમાં જિલ્લા અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલ ૨૦ થી વધારે અરજદારોના પ્રશ્નોનો જિલ્લા અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલે નિકાલ કરી તેઓને જવાબ તથા સહાય હુકમો રૂબરૂ પાઠવ્યા હતા. અરજદારોને પોતાના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ મળતા તેમણે સરકાર અને અધિક નિવાસી કલેકટરનો આભાર વ્યક્ત કર્યો હતો. ગેરહાજર રહેલ અરજદારોના પ્રશ્ન નિકાલ બાબતે હાજર રહેલ સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી તેમજ સ્થાનિક અન્ય પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન/સૂચનો આપવામાં આવ્યા. સાથોસાથ બી.એસ.પટેલ દ્વારા તાલુકાની અન્ય મહેસૂલી કામગીરીનો રીવ્યુ કર્યુ અને મહેસુલ વિભાગ સાથે સંકળાયેલ અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય સુચના આપી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ની 14 શાળાઓમાં ફાયર સિસ્ટમ જ નથી, તો 136 શાળાઓને ફાયર એનઓસી અંગે કડક સૂચના

ProudOfGujarat

આમોદમાં રોડની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિ થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

ProudOfGujarat

રાજપીપળા : ૩૬ માં નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અર્થે નર્મદા જિલ્લા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!