Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : ચુણેલ અલીણા રોડ પર જાનૈયાઓ ભરેલી બસમાં આગ લાગતા અફરાતફરી

Share

ખેડા જિલ્લાના મહુધા પાસેથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સ બસમાં એકાએક આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. આગ લાગતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઈ નથી.

બુધવારે ચુણેલ અલીણા રોડ પર જાનૈયાઓ લઇને કાકરોલી રાજસ્થાન જઈ રહેલી બસમાં એકાએક આગ લાગી હતી. આગ લાગતા બસ ચાલકે બસને રોડ પર ઊભી કરી દીધી હતી આજુબાજુના ખેતરમાં કામ કરતા લોકો અને ગામના લોકો દોડી આવ્યા હતાં અને તમામ મુસાફરો અને સામાન બસમાંથી સહિ સલામત ઉતારવામાં મદદ કરી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી ઘટનાની જાણ થતાં મહુધા અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો મોટી જાનહાનિ ટળી છે. આ બનાવમા સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચના અંજુમ પાર્ક વિસ્તારમાં બહારથી યુવતીઓ બોલાવી દેહ વ્યાપાર કરાવી કુટણખાનું ચલાવતી મહીલા સહિત અન્ય એક ભરૂચ પોલીસે ઝડપી પાડયા…

ProudOfGujarat

ડેડીયાપાડા ખાતે ભારે બહુમતિથી ભવ્ય જીતના વિશ્વાસ સાથે ભાજપાના યુવા ઉમેદવાર હિતેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ફ્રન્ટલાઇન વર્કર્સ માટે પ્રિકોશન ડોઝનું વેક્સીનેશન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!