Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં ફ્રન્ટલાઇન વર્કર્સ માટે પ્રિકોશન ડોઝનું વેક્સીનેશન કરાયું.

Share

કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા કોવિડ-૧૯ વેક્સીનની રસી જ એકમાત્ર અમોધ શસ્ત્ર છે, ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્યમાં ફ્રન્ટલાઇન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા અને કોમોર્બિડિટીઝ-અન્ય બિમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સીનના પ્રિકોશન ડોઝની થઇ રહેલી કામગીરીને અનુલક્ષીને નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર ધ્વારા આજે આવા ફ્રન્ટલાઇન વર્કર્સ માટે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, જીતનગર પોલીસ હેડકવાર્ટસ, કેવડીયામાં SRP જવાનો માટે તથા કેવડિયા રેલ્વે સ્ટેશન ખાતે RPF ના જવાનો વગેરે સહિતના પ્રિકોશન ડોઝ માટે એલીજેબલ થયેલા અંદાજે ૧૧ હજાર જેટલા કર્મચારીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમા અંદાજે ૧૫૬૦ કર્મચારીઓને રસીના પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યાં હતાં. આમ, ગઇકાલ સુધીમાં ૧૯૦૦ જેટલા ફ્રન્ટલાઇન વર્કર્સ તેમજ આજની ૧૫૬૦ ની સંખ્યા સાથે કુલ-૩૪૬૦ ને પ્રિકોશનનો ત્રીજો ડોઝ અપાયો છે.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીતે માધ્યમો સાથેના સંવાદમાં વિશેષ ઝુંબેશમાં પ્રિકોશન ડોઝ માટે એલીજેબલ થયેલા તમામને પ્રિકોશન ડોઝ સત્વરે લઇ લેવા હ્રદયસ્પર્શી અપીલ કરતા જણાવ્યું છે કે, આપણે દરેક જગ્યાએ ખાસુ એવું કામ કરવાનું અને આપણા પરિવારની પણ સાચવવાનું થતું હોય છે, ત્યારે આ પ્રિકોશન ડોઝ વ્યક્તિના પોતાના અને તેના પરિવારની સુરક્ષા માટે ખૂબ જ અગત્યનું અને ઉપયોગી છે ડૉ. ગામીત વધુમાં ઉમેરે છે કે, મેં પોતે પણ આ પ્રિકોશન ડોઝ લઇ લીધો છે અને તેમાં કોઇપણ જાતની કોઇ તકલીફ થતી નથી કે ઝીણો તાવ કે શરીર દુ:ખતું હોય તે પણ ઓછું થઇ જાય છે. કોઇપણ જાતની ગભરાહટ વિના મેં પોતે પણ આ ત્રીજો ડોઝ લઇ લીધો છે. એલીજેબલ તમામને આ ત્રીજો પ્રિકોશન ડોઝ સત્વરે લઇને કોરોના સામે સુરક્ષિત રહેવા તેમણે ભારપૂર્વકની અપીલ કરી છે.

અધિક જિલ્લા અરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીતે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોનું પણ વેક્સીનેશન ચાલી રહ્યું છે. ઘણી સ્કૂલોમાં ૯ માં ધોરણની રજા અપાઇ ગઇ છે, તો આવા બાળકોને ખાસ બોલાવીને તેમને પણ વેક્સીનેશન કરવામાં આવી રહ્યાં છે, ત્યારે દરેક વાલીને પોતાના બાળકનું વેક્સીનેશન કરાવી લેવા તેમણે વિનંતી કરી છે. જેથી કરીને આ બાળકો કોરોના સામે રક્ષણ મેળવી શકે અને તેમનું શિક્ષણ સદતંર ચાલુ રહે તેવા અમારા પ્રયત્નો છે.

Advertisement

આ ખાસ ઝુંબેશ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સહિત અન્ય સ્થળોએ પ્રિકોશન ડોઝ આપવા માટેની આજે કરાયેલી ખાસ વ્યવસ્થા અંગે નાયબ પોલીસ અધિક્ષક એસ.જે.મોદીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ વિભાગના અધિકારી-કર્મચારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડસ, TRB, JRD જેવા જવાનો કે કોરોના વોરિયર્સ છે તે તમામને બુસ્ટર ડોઝ આપવાની કાર્યવાહી આજે ઝુંબેશરૂપે થઇ રહી છે અને તેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે, જીતનગર પોલીસ હેડક્વાર્ટસ ખાતે તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે હાલમાં પણ આ કામગીરી થઇ રહી છે અને આ ત્રીજા ડોઝથી તમામને સુરક્ષિત કરાશે, જેથી તમામ અધિકારીઓ-કર્મચારીઓ અને પોલીસ જવાનો સુરક્ષિત રહેવાની સાથે તેમનો પરિવાર પણ સુરક્ષિત રહે તેવી વ્યવસ્થાનો સંબંધિત સૌ કોઇને લાભ લેવા મોદીએ અનુરોધ કર્યો છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડિયા તાલુકામાં કમોસમી વરસાદને લઇને ખેતીને નુકસાનની ભીતિ…

ProudOfGujarat

પંચમહાલ : હોટેલો, ગેસ્ટ હાઉસ, પેટ્રોલ પંપ સહિતનાં સ્થળોએ ફરજિયાત પણે સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવા અંગેનું જાહેરનામું.

ProudOfGujarat

GST વિભાગે રાજકોટમાં 1500 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!