Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં રખડતા ઢોરનાં ત્રાસથી લોકો ત્રાહિમામ…

Share

લીંબડીની પ્રજા રખડતા ઢોરથી ત્રાહિમામ પોકારી ઊઠી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ભુતકાળમાં આવા રખડતા ઢોરથી લોકોના મોત પણ નિપજ્યા છે તેમ‌ છતાં દિન-પ્રતિદિન આવા રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે.

ત્યારે કહેવામાં આવે તો લીંબડી હોસ્પિટલ પાસે પણ આવા રખડતા ઢોરનો ઢગલો જોવા મળે છે ત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તેમજ આવા રખડતા ઢોર જયારે બાખડે છે ત્યારે ‌લોકોના વાહનો તેમજ લોકોની જાન ઉપર આફત આવી પડે છે ત્યારે હાલ લીંબડીનાં લોકોની એક જ માંગણી છે કે આવા રખડતા ઢોરનો તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવે તેમજ જો માલિકીનાં ઢોર‌ રખડતાં મુકવામાં આવે તો તેમના ઉપર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

બનાસકાંઠા-લાખણીની અંબિકા વેલ્ડીંગ વર્ક્સમાં રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સોએ દુકાનમાંથી ચોરી કરી..

ProudOfGujarat

ગોધરા : ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને વાહનવ્યવહારને લગતા પ્રતિબંધો-નિયંત્રણો જાહેર કરાયા.

ProudOfGujarat

ભાવનગર : ગારીયાધાર તાલુકામાં વરસાદી માહોલ જામતા લોકોમાં ખુશી પ્રસરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!