Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્ર : નાસિકમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 ના મોત

Share

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સિન્નર શિરડી રોડ પર પઠારે નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક ખાનગી લક્ઝરી બસ અને ટ્રક સામસામે અથડાયા હતા. આ બસ અકસ્માત ઈશાનેશ્વર મંદિર પાસે થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. આ મૃતકોમાં 6 મહિલાઓ, 2 પુરૂષો અને 2 બાળકો સામેલ છે. પોલીસે જણાવ્યું કે 15 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

જોકે પોલીસનું કહેવું છે કે, આંકડો ઓછો કે વધુ હોઈ શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બસમાં કુલ 56 મુસાફરો હતા. જેમાંથી મોટાભાગના લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક મુસાફરોને સારવાર માટે શિરડીની સુપર હોસ્પિટલ અને નાસિક ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે, ઘાયલોના સંપૂર્ણ આંકડા આવવાના બાકી છે. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ તમામ હોસ્પિટલોમાંથી રિપોર્ટ એકત્ર કરી રહી છે.

Advertisement

Share

Related posts

સુરતનો ચેપ નર્મદા જિલ્લામાં તથા રાજપીપળામાં ફેલાયો હોવાની દહેશતનાં પગલે જિલ્લા કલેકટરે તાત્કાલિક મીટીંગ બોલાવી એક્શન પ્લાન તૈયાર કર્યો.

ProudOfGujarat

વિરમગામ ટાઉન PI એ ટાવર ચોક વેપારીઓ ને પોતાના ઘંઘા-રોજગાર હટાવવાનું કહેતા ટાવર શ્રમિજીવી એસોસિએશન દ્રારા વિરમગામ નાયબ પોલીસ અઘિક્ષક અને ચીફ ઓફિસર ને આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચનાં લિંક રોડ પર આવેલ મયુરપાર્ક સોસાયટીનાં સિધેશ્વર મહાદેવ મંદિરની દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!