Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર શહેરની પાણી વિતરણ વ્યવસ્થાને આધુનિક બનાવવાની કામગીરીનો પ્રારંભ

Share

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની શુદ્ધ, નિયમિત અને પૂરતા ફોર્સથી સમયસર પાણી મળી રહે તે માટે વિભાગ દ્વારા તબક્કાવાર કાર્યક્રમ આયોજન કરીને અમલવારી વોટર વર્કર્સ વિભાગ દ્રારા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં કરવામાં આવતા પાણી વિતરણ અંગે આધુનિક આઈ ટી ની મદદથી કોમ્પ્યુટરરાઈઝ મોનીટરીંગ સ્કોડા સિસ્ટમ માટે સર્વનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાંનું સુત્રોમાં માહિતી પ્રાપ્ત થઈ છે.

વર્તમાન સમયે 140 એમએલડી પાણીની જરૂરિયાત રહે છે. ત્યારે પીવાનું પાણીની આવક વધુ લાવવા માટે થઈને બીજી પાઇપલાઇન નાખવા માટેનું કામની દરખાસ્ત કરી દેવામાં આવી છે અને આ કામના ટેન્ડરોની પ્રક્રિયા પણ હાલ ચાલે છે જેમાં જામનગર મહાનગરપાલિકાને હાલ 140 એમએલડી પાણી ફિલ્ટર કરવું પડે છે જેમાંથી 135 એમએલડી પાણીનું વિતરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે આમ પાણીનો જથ્થો વધુ જોઈએ છે જે બાબતે ધ્યાને લઈ હાલમાં ઊંડ ડેમમાંથીવધુ 25 એમએલડી માટે પાણી મળી રહે તે માટે નવી પાઇપ લાઇન નાંખવામાં આવી રહી છે

Advertisement

જેમાં 20 એમએલડી ની વધુ એક પાઇપલાઇન નવી નાખવાની અંગેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે આ પાઇપલાઇનનું કામ પૂર્ણ થતા 45 એમએલડી પાણીનો જથ્થો આવી પહોંચશે એ જ રીતે રણજીતસાગર ડેમમાંથી પણ 45 એમએલડી પાણી મેળવવા માટે થઈને વધુ એક પાઇપલાઇનનું કામ હાલ ચાલી રહ્યું છે જેના દ્વારા 25 એમએલડી વધુ પાણી આવશે એ જ રીતે વર્તમાન સમય આજીડેમમાંથી 40 એમએલડી પાણી લાવવા માટેનું પણ કામ પૂર્ણ કરી દેવાયું છે જામનગર મહાનગરપાલિકા દ્વારા શુદ્ધ પીવાનું પાણી વિતરણ થાય અને જે નવા વિસ્તારો આવેલા છે તેમાં પીવાનું પાણી ફિલ્ટરવાળું આપવા માટે થઈને નવા ફિલ્ટર પ્લાન્ટ પણ વધુ બે કાર્યરત કરાશે જેમાં ખીજડીયા સંપ ઉપર એક ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરાશે બીજો જ્ઞાનગંગા સમ્પ ખાતે ફિલ્ટર પ્લાન્ટને કાર્યરત કરવામાં આયોજન કરાયું છે આ ઉપરાંત જામનગરથી સમર્પણ હોસ્પિટલ નજીક જે નાઘેડી તરફનું ડેવલપમેન્ટ વિસ્તારનું થઈ રહ્યું છે ત્યાં પણ નવો ફિલ્ટર પ્લાન્ટ અને સંપ ઉભો કરવા જમીન સંપાદન માટેની કાર્યવાહી હાથ ધરાઇ છે.

જામનગર મહાનગરપાલિકાના વોટરપાર્ક હાલના તબક્કે નવી પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે તે જ રીતે ફિલ્ટર પ્લાન્ટ તેમજ પાણીના સ્તંભની ક્ષમતા વધારવાના કામ ઉપરાંત ડેમની સાઈટ અને ફિલ્ટર પ્લાન્ટ ઉપર પણ જનરેટર અને પંપ મોટી સાઈઝના મુકવા સહિતની કામગીરી હાલ કાર્યરત કરી હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આમ આગામી સમયમાં જામનગરના શહેરીજનોને પીવાનું પાણી શુદ્ધ, પૂરતા ફોર્સથી, સમયસર પાણી મળી રહે તેવી વ્યવસ્થા વોટરપાર્ક વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

સાથે સાથે જ્યારે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે કયા વિસ્તારમાં પાણી વિતરણ થાય છે કેટલી મિનિટ પાણી વિતરણ કરવામાં આવ્યું તે તમામ માહિતીનું મોનિટરિંગ કરવા માટે કોમ્પ્યુટરરાઈઝ સિસ્ટમ હાલમાં કાર્યરત કરવા સર્વેનું કામ ચાલુ છે જેમાં સ્કોડા સિસ્ટમ દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા ઉપર ખાસ દેખરેખ અને મોનિટરિંગ રાખવામાં આવશે. આ સિસ્ટમ ડેવોલપમેન્ટ થવાથી પાણી વિતરણની માહિતી મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને પોતાના મોબાઈલ ઉપર છે મળી રહે તે પ્રકારની ગોઠવણ હાથ ધરાશે.


Share

Related posts

પંચમહાલ : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું.

ProudOfGujarat

હાંસોટ તાલુકાના ઇલાવ ગામે જર્જરિત પાણીની ટાંકી સલામતી પૂર્વક ઉતારવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમા ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોના વધ ઘટ બદલી કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!