Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્ર : અજિત પવારે ભાજપ-શિવસેના સાથે નવા ગઠબંધનના નામની કરી જાહેરાત

Share

મહારાષ્ટ્રમાં રાજકારણમાં છેલ્લા 2 દિવસથી મહાયુદ્ધ ચાલી રહ્યું છે. 9 ધારાસભ્યો સાથે અજિત પવારનું શિંદે સરકારમાં જવું… આ ઘટના બાદ NCP નેતા શરદ પવાર દ્વારા આ 9 સામે કાર્યવાહી કરવી સહિતની ઘટનાઓ વચ્ચે વધુ એક મોટી ઘટના સામે આવી છે. અજિત પવારે ભાજપ-શિવસેના સાથે નવા ગઠબંધનના નામની જાહેરાત કરી છે. આ ગઠબંધનનું નામ ‘મહાયુતિ’ રાખવામાં આવ્યું છે. તો બીજીતરફ NCPના રાષ્ટ્રીય અધ્યક્ષના નામના પ્રશ્નના જવાબમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર – શું તમે ભૂલી ગયા છો કે, શરદ પવાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલ રાજકીય ડ્રામા હજુ અટક્યો નથી. રવિવારે મોટી ઉથલપાથલ બાદ NCPના બંને જૂથ (શરદ અને અજીત) વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. એક તરફ શરદ પવારની NCPએ બળવાખોર નેતાઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે, તો બીજી તરફ NCP પાર્ટી પર દાવો કરનારા અજિત પવાર જૂથે શરદ પવારના નજીકના લોકોને પદ પરથી હટાવી દીધા છે.

Advertisement

સોમવારે સાંજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવાર જૂથના નેતા પ્રફુલ પટેલે પાર્ટી પર દાવો કરી જયંત પાટીલને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દીધા અને કહ્યું કે, કોઈને પણ ગેરલાયક ઠેરવવાનો અધિકાર સ્પીકર પાસે છે. પ્રફુલ્લ પટેલે જાહેર કરતા જણાવ્યું કે, જયંત પાટિલને પદ પરથી હટાવીને સુનિલ તટકરેને મહારાષ્ટ્રની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આ નિર્ણય NCPના કાર્યકારી અધ્યક્ષ તરીકે લીધો છે. જયંત પાટીલને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં અન્ય નિમણૂકોની જવાબદારી પણ તટકરેને સોંપવામાં આવી છે. તેઓ હવે સુનિલ તટકરેને મહિલા, યુવા વગેરે વિભાગોના વડાઓની જગ્યાઓ પર નિયુક્ત કરશે.

ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ ધારાસભ્યોને કાઢી મૂકતા NCPના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે, પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન મહારાષ્ટ્રના એનસીપીના અધ્યક્ષ જયંત પાટિલે મોટો દાવો કરતાં કહ્યું કે શરદ પવાર જૂથને 44 ધારાસભ્યોએ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. આ અહેવાલ અજિત પવાર માટે મોટા આંચકા સમાન સાબિત થઇ શકે છે. તેમણે કહ્યું કે જે લોકો છોડીને ગયા હતા તે પાછા આવી ગયા છે.

ખરેખર તો રવિવારે (2 જુલાઈ) મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. રાજકીય નેતા અજિત પવારે NCP સામે બળવો કર્યો અને મહારાષ્ટ્રમાં ભાજપ-શિંદે ગઠબંધન સરકાર સાથે હાથ મિલાવ્યા છે. તેમણે ગત રોજ નાયબ મુખ્યમંત્રી પદના શપથ પણ લઈ લીધા હતા. તેમની સાથે અન્ય આઠ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.


Share

Related posts

અંકલેશ્વરમાંથી જુગારધામ ઝડપાયું, ક્રાઇમ બ્રાંચ દ્વારા છ જુગારીની ધરપકડ, હજારોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

રાષ્ટ્રનિમૉતા વિશ્વના જ્ઞાનનાં પ્રતીક એવા અંખડ ભારત શિલ્પી ડૉ.બાબાસાહેબની જન્મ જયંતિ નિમિત્તે સવારે 9 કલાકે વિવિધ વિસ્તારોમાં ઘરની અંદર સોશિયલ ડીસ્ટન્સ જાળવી ડૉ.આંબેડકરની તસ્વીરને ફૂલહાર વિધિ કરવામાં આવી.

ProudOfGujarat

નડિયાદ : કપડવંજના આંબલીયારા પાસે રીક્ષા ચાલકે બ્રેક મારતાં આગળ બેઠેલ વ્યક્તિ રોડ પર પટકાતા મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!