Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર : મહેસાણા LCB એ દારૂનો જથ્થો લઈ જતા પિકઅપ ચાલકની કરી ધરપકડ, 5.67 લાખનો મુદ્દામાલ જપ્ત

Share

મહેસાણા એલસીબીને એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે મહેસાણા થઈ ગાંધીનગર જનારા એક પીકએપ ડાલાને માનવ આશ્રમ પાસે રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ચાલક શાહિદ ખાન અનવર ખાન અમાનત અલીને ઝડપી લીધો હતો.

મહેસાણા એલસીબીને બાતમી મળી હતી કે, એક પીકઅપ ડાલું મહેસાણા થઈને ગાંધીનગર જવાનું છે, જેમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. ત્યારે એલસીબીની એક ટીમે સોમનાથ ચોકડી પાસે માનવ આશ્રમ નજીક વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા શંકાસ્પદ જણાતા એક પીકઅપ ડાલાને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ડાલામાંથી પોલીસને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

Advertisement

પૂછપરછમાં ડ્રાઇવર શાહિદ ખાન અનવર ખાન અમાનત અલીએ જણાવ્યું કે, વિદેશી દારૂનો આ જથ્થો શ્રવણ સિંગ પરમારે ભરી આપ્યો હતો અને તેણે બાલવા ચોકડી પાસે કૌશલસિંહ રઘુસિંહ વાઘેલાને આપવાનો હતો. આ કાર્યવાહી હેઠળ પોલીસે વિવિધ બ્રાંડની 309 બોટલ જેની કિંમત આશરે રૂ.1.35 લાખ, 9 બિયર ટીન કિંમત રૂ. 26 હજાર, રૂ. 4 લાખનું પિકઅપ ડાલું , મોબાઇલ ફોન, રોકડ મળી કુલ રૂ. 5.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે કૌશલ સિંહ, શ્રવણસિંહ પરમારની શોધખોળ આદરી છે.


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ્લાસ્ટિક અને તમાકુની વસ્તુઓ પર પ્રતિબંધની સરકારની વિચારણા.

ProudOfGujarat

છોટાઉદેપુર : વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી કવાંટ પોલીસ.

ProudOfGujarat

સુરત લાકડા ચોરીના કેસમાં યુવકને વ્યારા વનવિભાગે ઝડપી તેને માર મારી તેને સારવાર માટે સુરત સિવિલમાં રાખવામા આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!