Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેસાણામાં બસ પલટી જતા એક મહિલા અને એક બાળકનું મોત

Share

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટના વધી રહી છે. હાઈવે પર થતા અકસ્માતની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. આ અકસ્માતમાં એક બાળક અને મહિલાનું કમકમાટી ભર્યુ મોત થયુ છે. સુરતથી જોતપુર જતી બસ મહેસાણા પાસે પલટી જતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનાની વધુ વિગત મુજબ સુરત શહેરથી જોધપુર તરફ જતી એક ખાનગી બસ મહેસાણાના નંદાસણ પાસે પહોંચી હતી તે દરમિયાન બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ પલટી મારી ગઈ હતી. આ ઘટના બાદ રાહદારીઓના ટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સુરતથી જોતપુર જતી આ બસમાં લગભગ 18 કરતા વધારે મુસાફરો સવાર હતા. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અકસ્માતમાં બસ પલટી મારી ગઈ હોવાથી બસમા સવાર મુસાફરોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા હતા જેમા એક બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 6 કરતા વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 ની મદદથી નજીકની હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે.


Share

Related posts

રાષ્ટ્રીયસ્તરીય સ્પર્ધામાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદનાં ઋષિકુમારો એ ઝળહળતી સિદ્ધિ મેળવી.

ProudOfGujarat

ભરૂચ સખી મંડળ દ્વારા પાંચબત્તી ખાતે સખી મીઠાઇ અને સખી નમકીનનાં સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અરવલ્લી-જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!