Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેસાણા – પાટણને જોડતી 4 ટ્રેન 22 જાન્યુઆરી સુધી રદ્દ કરાઈ.

Share

મહેસાણા – પાટણને જોડતી 4 ટ્રેન 22 જાન્યુઆરી સુધી રદ્દ કરવામાં આવી મહેસાણા – પાટણને જોડતી ટ્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે ત્યારે આ ટ્રેનોને લઈને હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા – પાટણને જોડતી 4 ટ્રેન રદ્દ કરાઈ છે આ અંગેની જાહેરાત પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર જગુદણ- મહેસાણા વચ્ચે રેલલાઇન અને મહેસાણામાં યાર્ડ રિમોડલિંગ કામગીરીના કારણે 4 પેસેન્જર સ્પેશિયલ ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. મહેસાણા- પાટણ, પાટણ – મહેસાણા, મહેસાણા – વિરમગામ અને સાબરમતી – પાટણ સ્પેશિયલ ટ્રેન 9 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી રદ્દ રહેશે. રેલવેની કામગીરી પૂર્ણ થયા બાદ આ ટ્રેનોને ફરી રાબેતા મુજબ દોડાવવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ રદ્દ કરવામાં ટ્રેનોમાં 09481 મહેસાણા- પાટણ સ્પે. ( દૈનિક ), 09483 મહેસાણા- પાટણ સ્પે. ( સોમ અને શુક્ર સિવાય અઠવાડિયામાં 5 દિવસ), 09484 પાટણ- મહેસાણા સ્પે. (સોમ અને શુક્ર સિવાય અઠવાડિયામાં 5 દિવસ), 09476 પાટણ- મહેસાણા સ્પે. ( દૈનિક ), ટ્રેન નં. 09491 મહેસાણા- વિરમગામ સ્પેશિયલ ( દૈનિક ), 09492 વિરમગામ – મહેસાણા સ્પે.દૈનિક, ટ્રેન નં. 09369 સાબરમતી- પાટણ સ્પેશિયલ
( રવિવાર સિવાય દરરોજ ) અને ટ્રેન નં . 09370 પાટણ- સાબરમતી સ્પેશિયલ ( રવિવાર સિવાય દરરોજ ) નો સમાવેશ થાય .

Advertisement

Share

Related posts

ખેડાના હરીયાળા ગામે યુવતીને બે ટિવન્સ દિકરીઓ થઈ હવે તને દિકરા નથી થવાના તેમ કહી પરિણીતા પર ત્રાસ ગુજારતા ફરીયાદ નોંધાઈ

ProudOfGujarat

ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગની બે ઘટનાઓ સામે આવી હતી.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના પાછીયાપુરા ગામમાં સ્મશાનના અભાવે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!