Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહીસાગર જીલ્લા કક્ષાનો પશુ આરોગ્ય મેળો યોજાયો

Share

વિજયસિંહ સોલંકી, લુણાવાડા,

મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા મુકામે ગ્રામ સ્વરાજ અભિયાન ” નિમિતે કિસાન કલ્યાણ મહોત્સવ અંતર્ગત વેલણવાડા/લુણાવાડા મુકામે પશુઆરોગ્ય મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેનું વિધાનસભા ગુ.રા.ગાંધીનગર ના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે અને મહાનુભાવો જીલ્લા કલેકટર વિજયસિંહ વાઘેલા , જીલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિ., ભાજપા પ્રમુખ જે.પી.પટેલ, અન્ય પદાધિકારીઓ તથા જીલ્લા પશુપાલન અધિકારીશ્રી ડૉ. એમ.જી.ચાવડા અને જીલ્લા ખેતીવાડી અધિકારી જિંદાલની ઉપસ્થિતિમાં ગૌ માતાનું પુજન કરી પશુઆરોગ્ય મેળાને ખુલ્લો મુકયો હતો બાદ પશુપાલન પ્રદર્શનનું બારીકાઈથી નિરીક્ષણ કરી પશુપાલકો માટેની વિવિધ સહાયકારી યોજનાઓની જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ હતું.સદર પશુઆરોગ્ય મેળામાં પશુઓનું ગળસુંઢાં વિરોધી રસીકરણ, કૃમિનિવારણ, શસ્ત્રક્રિયા, વંધ્યત્વ નિવારણ, તથા અન્ય તમામ પ્રકારની બીમારીના કુલ ૭૬૫ પશુઓની સારવાર આપી સફળ આયોજન કરવામાં આવ્યું જેનો જિલ્લાના પશુપાલકોએ લાભ લીધો હતો

Advertisement

Share

Related posts

ભરૂચના સિટી સેન્ટર સામે એક્ટિવા-રીક્ષા ચાલક વચ્ચે ધિંગાણું : 7 સામે ફરિયાદ નોંધાઇ

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ફૂડ & ડ્રગ વિભાગની કેચેરીના અભાવે ખાણી પીણીના વેપારીઓને ઘી કેળા!

ProudOfGujarat

લાયન્સ ક્લબના ગોધરાના સભ્ય હોતચંદ ધમવાની બાબુજી 140 મી વાર રકતદાન કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!