Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલ્પ સત્યાગ્રહ સંમેલન યોજાયો.

Share

ઉમરપાડા તાલુકા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલ્પ સત્યાગ્રહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. લોકસાહી અને સંવિધાનના રક્ષણ માટે સંગઠીત બની રાહુલ ગાંધીજીના સમર્થનમા સૌ કાયૅકરો એ રાહુલજીના સમર્થનમાં ઊભા રહેવાનું નક્કી કરવામાં આવ્યું.

લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં સંગઠન મજબુત કરવા આહવાન કરવામાં આવ્યું. આ પ્રસંગે કોંગ્રેસ સમિતિના સુરત જિલ્લા પ્રમુખ મનહરભાઇ પટેલ તથા ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ વસાવા, કૌશિક ચૌધરી ઉભારીયા, હિતેશભાઈ પટેલ, સેમ્યુઅલ સુભાષ ભાઈ વગેરે કાર્યકર ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબુત કરવા ચર્ચા કરવામાં આવી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઉપરાલી ગામ ખાતે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનુ વાતાવરણ….

ProudOfGujarat

લોકડાઉનમાં ફસાયેલ મજૂરોની વ્યથા : રાજપીપળા ખાતે આવી પહોંચેલા મજૂરો વતન જવા નીકળયા.

ProudOfGujarat

નડિયાદ એક્ષપ્રેસ હાઇવે પરથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!