Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : નાની નરોલી ગામેથી એસ.ઓ.જી ની ટીમે એક વર્ષથી ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો

Share

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામેથી એસ ઓ જી ની ટીમે છેલ્લા એક વર્ષથી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. એસ ઓ જી ના એ એસ આઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ અને પો.કો. અમૃતભાઈ ધનજીભાઈને બાતમી મળી હતી કે માંગરોળના નાની નારોલીની ગામે આવેલ જી આઇ પી સી એલ કંપનીમાં એક વર્ષ પહેલા થયેલી તાંબાના વાયરની ચોરીના ગુનામાં સંડોવાયેલો નાસતો ફરતો આરોપી સાજન ઉર્ફે રાજન દેવજી વસાવા રહે. મોકલાણી ફળિયું નાની નરોલી ગામ તાલુકા માંગરોળ જીલ્લો સુરત નાઓ નાની નરોલી ગામના બસ સ્ટેશન પાસે ઉભો છે જેથી એસ ઓ જી ના પી.આઈ બી.જી. ઈસરાણી હે.કો. શૈલેષભાઈ ચંદુભાઈ વગેરે પોલીસ કર્મચારીની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ કબુલાત કરી હતી કે એક વર્ષ અગાઉ જીઆઇપીસીએલ કંપનીમાં તાંબાના વાયરની ચોરી તેના સાથીદાર રઇશ વહાબ શેખ અને ઇમરાન આમીરખાન શેખ સાથે કરી હતી જેમાં સાથીદાર રઇશ ઝડપાઈ ગયો હતો જ્યારે પોતે નાસ્તો ફરતો હોવાનું જણાવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચમાં મૂળનિવાસી સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું…

ProudOfGujarat

રાજપીપળા : એકતાનગર ખાતે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનની નેશનલ કોન્ફરન્સની સ્થાયી સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

યાત્રાધામ તાજપુરા ખાતે આવતી કાલે ગુરુપૂર્ણિમાએ લાખો ભક્તો ઉમટશે તેવામા તડામાર તૈયારીને પણ આખરી અપાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!