Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના આંબાવાડી ગામે ટેમ્પો ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા ઇજાગ્રસ્ત

Share

માંગરોળ તાલુકાના મોસાલી વાંકલ મુખ્ય માર્ગ ઉપર આંબાવાડી ગામ પાસે ટેમ્પો ચાલકે બાઈક ચાલકને લેતા બાઈક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.
નર્મદા જિલ્લાના રાજપીપલાની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા હેમંતભાઈ રમણભાઈ વસાવા ઉંમર વર્ષ 37 સમાજ કલ્યાણ વિભાગમાં નોકરી કરે છે તેઓ પોતાની બાઈક પર માંગરોળ તરફ જઈ રહ્યા હતા ત્યારે આંબાવાડી ગામે સામેથી આવતા એક ટેમ્પો ચાલકે તેમને અડફેટે લેતા તેઓની બાઈક ટેમ્પા નીચે ઘૂસી ગઈ હતી અને મોંઢા પર અને પગમાં ઇજાઓ થઈ હતી, પરંતુ સદનસીબે તેઓ બચી ગયા હતા તેમને 108 ની મદદથી ઝંખવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત ઘટનાની જાણ તેમણે પોતાના પરિવારજનોને કરી હતી.

Advertisement

Share

Related posts

ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કોવિડ-19 ના ટેસ્ટિંગ સ્ક્રિનિગ ના સંસાધનો માટે એક કરોડ રૂપિયા મજૂર કરવા ભલામણ કરતા સાંસદ એહમદ પટેલ

ProudOfGujarat

નર્મદા- ગરુડેશ્વર તાલુકાના પંચાયત સભ્યોએ રસ્તા અને પીવાના પાણી સુવિધા મળે તે માટે નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું..

ProudOfGujarat

ભરૂચ : હરિયાણાની ઘટનાનાં પગલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને હિન્દુસ્થાન નિર્માણ દલ દ્વારા કલેકટરને આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!