Proud of Gujarat
FeaturedGujaratINDIA

હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની દરગાહ ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

Share

ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક મોટામિયા માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ખુબ મોટી સંખ્યામા અનુયાયી ઓ હાજર રહ્યા હતા.

ઘેર-ઘેર ગાય પાળો, કોમી એકતા, ભાઈચારો માનવસેવા વ્યસનમુક્તિ, ઘેર ઘેર વૃક્ષો વાવોનો સંદેશ આપતી મોટામિયાં માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ રહેઠાણ પાલેજ મુકામે તથા તેમના સુપુત્ર-અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીએ મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા. વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાન સમયમા ગુરુ તરફથી આપવામાં આવેલ વચનોને ફક્ત સાંભળવા પૂરતા સીમિત ન રાખી અનુસરવા જોઇએ, જીવનયાત્રામાં ગતિ અને મતિનું સંતુલન જળવાય એ માટેનો સ્ત્રોત એટલે જ ગુરુ, પીર, મુર્શીદ કે રાહબર. આ જ રાહબર થકી થઇ શકે સુશોભિત ભીતરનું ઘર, ગતિશીલ જીવનમાં માર્ગદર્શકનું સાનિધ્ય અતિશય જરૂરી છે, એ જ જીવન ને યોગ્ય દિશા તરફ લઇ જાય છે. આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશને અનુસરવા અનુરોધ કરાયો હતો, સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ પર ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા, વ્યસન મુક્તિ માટે તથા ઘેર-ઘેર સંસ્કરણ કેળવવા ખાસ આહવાન કરવામાં આવેલ હતું.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના તલોદરા ખાતે વિધાનસભા વિસ્તારના યુવાનો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

પંચમહાલ : તિરગરવાસ વિસ્તારમાં નમી પડેલા વીજ થાંભલો મકાન પર પડે તે પહેલા ખસેડવા બાબતે નાયબ ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત.

ProudOfGujarat

૧૯૭૦થી ૨૦૨૫ સુધીના ૫૫ વર્ષમાં ભરૂચ જિલ્લાની ધરા ૧૫મી વાર ધ્રુજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!