Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે મધમાખી ઉછેર અંગે એક દિવસીય કાર્યશાળા યોજાઇ.

Share

સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ તથા જિલ્લા બાગાયત વિભાગ, સુરતના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે મધમાખી ઉછેર અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી દ્વારા વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. રાજેશ સેનમા એ મધમાખીનો પરપરાગવાહક તરીકેનો ફાળો તથા નિવસનતંત્રની જાળવણીમાં મધમાખીનું મહત્વ જણાવ્યું હતું તથા તેની સામેના ભય સ્થાનો જણાવ્યા હતા.

કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામક દિનેશ પડાળિયા, સફળ મધમાખીપાલક અશોકભાઇ પટેલ, ભગુભાઇ પટેલ હાજર રહ્યા હતાં. દિનેશ પડાળિયા દ્વારા માખમાખી ઉછેરને વ્યવસાય તરીકે સ્વીકારવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો તથા બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. અશોકભાઈ પટેલ દ્વારા મધમાખી પાલન અંગે વિસ્તૃતથી માહિતી આપવામાં આવી હતી. સફળ મધમાખી પાલક તરીકે જાણીતા એવા અશોકભાઇ પટેલ અને ભગુભાઈ પટેલે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. અશોક્ભાઇ અને ભગુભાઈ પટેલે મધમાખી ઉછેર માટે જરૂરી સાધનોનું નિદર્શન કર્યું હતું. ત્યારબાદ જુદીજુદી જાતિઓની મધમાખીઓની પેટીઓનું પ્રત્યક્ષ નિદર્શન પણ કરાવ્યું હતું. કાર્યશાળાના અંતે સમાપન સમારોહમાં તાલીમાર્થીઓ દ્વારા આ પ્રકારની કાર્યશાળા જીવનમાં ખૂબ જ ઉપયોગી નિવડશે તથા રોજગારીની તકો ઊભી કરી શકાશે તેથી તેનું નિયમિત આયોજન થવું જોઈએ તેવા અભિપ્રાય આપ્યા હતા.

મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. રાજેશ સેનમા, ડૉ. પુષ્પા શાહ, શીતલ પટેલ, તબસ્સુમ કુરેશી, વિરલ ગામીત તથા મિતલ વસાવા એ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ. પુષ્પા શાહ અને તબસ્સુમ કુરેશી દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

કોર્ટના આદેશ બાદ એ ડિવિઝન પોલીસે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાના જાતિનો મામલો દાખલ કર્યો.

ProudOfGujarat

ઝઘડીયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ટુ વ્હિલરો પર તારનો સેફ્ટી બેરિયર લગાવાયો.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલય ખાતે 72માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!