Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે શીતળા સાતમની ઉજવણી કરાઈ

Share

શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમ. વાંકલના હનુમાન મંદિરે ગોર મહારાજ રાકેશ પંડ્યા દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. વાંકલ બજારમાં વજીયાબેન ઠક્કર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાતમના આગલા દિવસે એટલે રાંધણ છઠ્ઠના દિવસે ભોજન બનાવી દેવામાં આવે છે. રાત્રે ચૂલાની પૂજા અર્ચના કરવામાં આવે છે. સાતમના દિવસે ચૂલો સળગાવતા નથી. બીજા દિવસે શીતળા સાતમને દિવસે ઠંડુ ભોજન આરોગવાની વર્ષો જૂની પ્રથા ચાલે છે તે આજે પણ પ્રથા ચાલુ છે. સાતમના દિવસે સ્ત્રીઓ પૂજા અર્ચના કરી શીતળા માતાજીની કથા, વાર્તા સાંભળે છે. એવી માન્યતા છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના બાળકોની રક્ષા કરે છે.

Advertisement

Share

Related posts

વલસાડ-પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં 4 મુસાફરને માર મારી મોબાઈલ તફડાવતી ગેંગ, 1 પકડાયો, 3 ભાગી ગયા

ProudOfGujarat

ભરૂચ : મહેશ્વરી સમાજના સ્થાપના દિને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

રાજપીપળા : આવતીકાલે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલનાં હસ્તે નવનિર્મિત ગરૂડેશ્વર તાલુકા સેવા સદનનું ઇ-લોકાર્પણ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!