Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના માંડણ ગામે કૂવામાંથી દોઢ વર્ષનો દીપડો મૃત હાલતમાં મળ્યો

Share

માંગરોળ તાલુકાના માંડણ ગામે ખેતરના કુવામાંથી દોઢ વર્ષનો દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. માંડણ ગામના ખેડૂત કમલેશભાઈ ખાનસિંગભાઈ ચૌધરી એ પોતાના ખેતરમાં કૂવો બનાવ્યો છે આ કૂવામાં રાત્રી દરમિયાન શિકારની શોધમાં આવેલ દોઢ વર્ષનો દીપડો પડ્યો હતો, સવારે ખેડૂત ખેતરે આવતા તેણે દીપડાને મૃત હાલતમાં જોતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કિરણભાઈ પટેલને જાણ કરી હતી અને ત્યારબાદ વન વિભાગના હિતેશભાઈ માલી દિલીપભાઈ ગામીત વગેરેની ટીમ દ્વારા દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ દીપડાના મૃતદેહનું પીએમ કરાવી આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર જીલ્લામાં પોલીસ નશાનાં કારોબારીઓ ઉપર તવાઈ બોલાવી રહી છે જેમા પાકી બાતમીને આધારે એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વર શહેરનાં ભાટવાડ વિસ્તારમાંથી ગાંજા સાથે એક ઇસમને પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

આમોદના પૌરાણિક ગણેશ મંદિરે ગણેશ ચતુર્થીનીભકિતમય માહોલમાં ધામધૂમથી ઉજવણી

ProudOfGujarat

અંકલેશ્વરનાં હાઇવે ઉપર હોટલ શિવકૃપા નજીક ટેમ્પોમાં દવાનાં બોક્ષની નીચે વિદેશી દારૂ સંતાડીને લઈ જતા 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!