Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા કોંગ્રસ સમિતિ દ્વારા માંગરોળ મામલતદાર કચેરીની સામે મૌન સત્યાગ્રહનો કાર્યક્રમ યોજાયો.

Share

ભારત દેશના ઉત્તરપ્રદેશ રાજ્યના હાથસર ગામમાં વાલ્મીકિ સમાજની એક બેટીની સાથે બળાત્કાર કરી તેની હત્યા કરી જે જઘન્ય કૃત્ય કર્યું છે. તેની ભારત દેશની તમામ જનતાને એક આઘાત લાગ્યો છે. આ કૃત્યમાં હજુ સુધી ન્યાય મળ્યો નથી જેથી દેશની બેટીને ન્યાય અપાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાજીની સૂચના અનુસાર દરેક જિલ્લામાં મૌન સત્યાગ્રહનો એક કાર્યક્રમ રાખવા જણાવ્યું છે. જે અંતર્ગત સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તા પર મૌન સત્યાગ્રહનો કાર્યક્રમ તા. 05/10/2020 નાં સોમવારના રોજ બપોરે 12:00 કલાકે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્મમાં માંડવીના ધારાસભ્ય આંનદભાઈ ચૌધરી, એસ. ટી.સેલ કોંગ્રેસના તરુણભાઇ વાઘેલા, દર્શનભાઈ નાયક, ભારતીબેન ઔરણાગણ, મીનાબેન ચૌધરી, માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી શામજીભાઈ ચૌધરી, બાબુભાઇ ચૌધરી, પ્રકાશ ગામીત, શાહબુદીન મલેક, રૂપસિંગભાઈ ગામીત વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ (ટીનુ ભાઈ)મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાનાં ૧૭ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ-૧૯ ની ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી માટે ૬૯૧ જેટલી ટીમો કાર્યરત.

ProudOfGujarat

દહેગામના પાલુન્દ્રા નજીક રિક્ષાની ટક્કરથી બાઇક સવારનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!