Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર સીટી પોલીસે ઈ ગુજકોપ-પોકેટકોપનો ઉપયોગ કરી એક મોટરસાયકલ ચોરીનાં બનાવનો ભેદ ખોલ્યો.

Share

અંકલેશ્વર પોલીસ દ્વારા ઇ ગુજકોપ-પોકેટકોપનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. તાજેતરમાં અંકલેશ્વર ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર સીટી પોલીસના પી.આઈ એફ.કે જોગલે રાજકોટ વિસ્તારમાંથી ઉઠાંતરી કરેલ મોટર સાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડયો હતો. આ બનાવની વિગત જોતા મળેલ બાતમીના આધારે અંકલેશ્વર પોલીસે વાલિયા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી જ્યાં એક શંકાસ્પદ મોટરસાયકલ સવાર જણાતા તેની તપાસ ઈ ગુજકોપ પોકેટકોપનો ઉપયોગ કરતા આ મોટરસાયકલ રાજકોટની હોવાનું અને તેના માલિક કૈલાશ મેગજીભાઈ ચૌહાણ હોવાનું જણાયું હતું. અંકલેશ્વર સીટી પોલીસે ચોરીની મોટરસાયકલ લઇ ફરતા આરોપી સંતોષ વિનોદ શુક્લાની અટક કરી વધુ તપાસ શરૂ કરી છે. મોટર સાયકલ કિં.રૂ 20,000 જપ્ત કરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચના 7 કેન્દ્રો પર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા, 1583 ઉમેદવારો થયા સામેલ

ProudOfGujarat

ઉમરપાડામાં કોંગ્રેસની હાલત કફોડી, 300 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા…

ProudOfGujarat

પંચમહાલ : કોવિડ -૧૯ વેક્સિનેશન અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!