Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ખાતે મહામંત્રી તરીકે દિપકભાઈ વસાવાની પસંદગી થતાં સન્માનનો કાર્યક્રમ યોજાયો.

Share

આજરોજ તારીખ ૨૭/૧૧/૨૦૨૦ ને શુક્રવારના રોજ સુરત જિલ્લા “ભારતીય જનતા પાર્ટી” માં દિપકભાઈ વસાવાની મહામંત્રી તરીકે પસંદગી થઈ છે. આનાથી માંગરોળ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સૌ ઉત્સાહિત કાર્યકર્તાઓમાં એક અનેરી ખુશી અને લાગણીની લહેર પ્રસરી ગઈ છે. તો આ ખુશી અને લાગણીને ફળીભૂત કરવા દિપકભાઈ વસાવાની પસંદગીને માન આપવા અને એમને સન્માનનો કાર્યક્રમ તારીખ ૨૭/૧૧/૨૦૨૦ ને શુક્રવારના રોજ વાંકલ મેઈન બજાર ખાતે “સન્માન સમારોહનું બપોરે ૧૨:૦૦ કલાકે આયોજન કર્યું હતું. આ તકે દીપકભાઈ વસાવા, તા. પ્ર. જગદીશ ભાઈ ગામીત, વાંકલ ગામના સરપંચ ભરત ભાઈ વસાવા, સાંઈ યુવક મંડળના પ્રમુખ યુવરાજસિંહ સોનારીયા, બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શૈલેષભાઇ મૈસુરીયા, મારવાડી સમાજના આગેવાનો, વાંકલ ગ્રામજનો તેમજ આજુબાજુ ગામના સરપંચો તેમજ પ્રજાજનો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

કાળજાળ ગરમીના પગલે ભરૂચ જીલ્લાના રહીશો ત્રાહિમામ

ProudOfGujarat

અમદાવાદમાં મોડી રાતે ઝૂંપડામાં સૂતેલા 4 લોકો પર ફરી વળ્યા કારના પૈડા : 3 બાળકો સહિત 4 હોસ્પિટલમાં.

ProudOfGujarat

નેત્રંગ ગ્રામ પંચાયત ૧૯૦ બોર-હેન્ડપંપમાંથી માત્ર ૧૨૦ ચાલુ,બાકીમાં પાણી સુકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!