Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ને અડીને આવેલા ભંગારનાં ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી.

Share

છેલ્લા એક મહિનાનાં સમય દરમિયાન અંકલેશ્વર પંથકમાં અગમ્ય કારણોસર લાગતી આગનાં બનાવોમાં એકધારો વધારો થયો હતો વિવિધ કંપનીઓમાં લાગેલ આગમાં જંગી નુકસાન થયું હોવાનો બનાવો પણ બન્યા હતા, ત્યારે આજે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ને અડીને આવેલા ભંગારનાં ગોડાઉનમાં અચાનક અને અગમ્ય કારણોસર આગ લાગી હતી.

ભંગારનાં ગોડાઉનમાં લાગેલ આગનાં ધુમાડાનાં ગોટેગોટા રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી જણાતા હતા. આ આગમાં પૂંઠા, પ્લાસ્ટિક, ખાલી ડ્રમ વગેરે ભંગારનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ એટલી ભયાનક હતી કે આગને કાબુમાં લેવા 5 જેટલા ફાયર ફાયટરોએ અસરકારક કામગીરી કરવી પડી હતી. આવી આગ લાગવાના કારણો છેલ્લે સુધી જાણી શકાતા નથી કેટલાક લોકો આવી આગનાં બનાવો અંગે શંકા કુશંકાઓ પણ ધરાવી રહ્યા છે. અંકલેશ્વર પંથકમાં લાગતી અગમ્ય કારણોસરની આગને અંગે સધન તપાસ થવી તે જરૂરી છે આવી આગમાં જંગી નુકસાન થતું હોય છે.

Advertisement

Share

Related posts

શક્તિનાથથી ગેઇલ ટાઉનશીપ સુધી રેલી યોજાઇ

ProudOfGujarat

રાજકોટમાં ડ્રગ્સના કારોબાર કરતા બે મિત્ર વચ્ચે ડખા થતાં એક મિત્રનો બીજા મિત્ર પર જીવલેણ હુમલો.

ProudOfGujarat

વલસાડની હોસ્ટેલના કૂકે વિદ્યાર્થિનીઓને ફોન પર અભદ્ર વાતો કરતાં ભારે હોબાળો-જાણો ભરૂચ ના રસોઈયા વિરુદ્ધ રજુઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!