Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ સરકારી સાયન્સ કોલેજ T.Y.Bsc માં હેતલ વસાવાએ 73.60 ટકા મેળવી ત્રીજા ક્રમે પાસ થઈ વસાવા સમાજનું ગૌરવ વધાર્યું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી સાયન્સ કોલેજ T.Y.Bsc માં અભ્યાસ કરતી હેતલ વસાવાએ 73.60 ટકા મેળવી કોલેજમાં ત્રીજા ક્રમે પાસ થઈ વસાવા સમાજનું ગૌરવ વધારતા સમાજના આગેવાનો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.

માંગરોળ તાલુકાના કરગરા ગામની આદિવાસી પરિવારની હેતલબેન સંજયભાઈ વસાવા વાંકલ સરકારી સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી ચાલુ વર્ષે લેવાયેલી પરીક્ષામાં તેણે 73.60 ટકા મેળવી કોલેજમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરતા વસાવા સમાજના આગેવાનોએ હેતલ વસાવાને અભિનંદન આપ્યા છે. આદિવાસી વસાવા સમાજમાં ખાસ શિક્ષણનું પ્રમાણ ઓછું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારની હેતલ વસાવાએ ખુબ જ મહેનત કરી પોતાનું અને પરિવારનું નામ રોશન કરી આદિવાસી વસાવા સમાજનું ગૌરવ વધાર્યું છે. હેતલબેન અભ્યાસમાં ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ વસાવા સમાજના આગેવાનો દ્વારા પાઠવવામાં આવી છે.

Advertisement

Share

Related posts

હિટ એન્ડ રન : ભરૂચ લિંક રોડ પર ટ્રકની અડફેટે સાયકલ સવાર વ્યક્તિ મોતને ભેટ્યો, લોકો બોલ્યા દિવસે પણ ભારદાર વાહનો કેવી રીતે પ્રવેશે છે..?

ProudOfGujarat

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર : અજય દેવગન, સાઉથ સ્ટાર સુર્યાને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે અંકલેશ્વરમાં સેવાભાવી લોકો દ્વારા શ્રાદ્ધનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!