Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વડોદરા-મુંબઈ એકસપ્રેસ વે નાં અસરગ્રસ્ત ખેડુતો વધુ વળતર મેળવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને કરાઇ રજુઆત..!!

Share

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેની કામગીરી હાલ પુર જોશમાં ચાલી રહી છે તે વચ્ચે એક્સપ્રેસ વે નાં અસરગ્રસ્ત ખેડૂતો વધુ વળતર માટે હાલ આંદોલનનાં મૂળમાં જોવા મળી રહ્યા છે. વળતરની માંગ સાથે ગત 11.6.2020 નાં રોજ ગાંધી ચિધ્યા માર્ગે અહિંસક રીતે આંદોલન કરી રહેલા ખેડૂતોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી..!! સાથે જ ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે વળતર આપ્યા વગર જ ખેડૂતોના પાક ને નાશ કરી કબ્જો મેળવી લીધો હતો..!!

આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને ખેડૂત સંઘર્ષ સમિતિ જુના દિવાનાં ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી, અને આગામી 48 કલાકમાં હાઇવે ઓથોરિટી અને સરકારી તંત્ર દ્વારા કેટલું વળતર આપવાના છે,તે અંગે લેખીત માં જાણ ન થાય તો એક્સપ્રેસ વેની કામગીરીનું નિર્માણ કાર્ય બંધ કરવાની ચિમકી ઉચ્ચારી હતી..!!

Advertisement

Share

Related posts

ધોલેરા-ભાવનગર હાઈવે પર ગાડીનું ટાયર ફાટતા 25 લોકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

માંગરોળ : જીઆઇપીસીએલ કંપનીના મેનેજરને બાકી ઘરવેરા મુદ્દે રજૂઆત કરાઇ.

ProudOfGujarat

નેત્રંગની પ્રાથમિક શાળાના શિક્ષિકાની જાદુઇ રમતની કૃતિ આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા માટે પસંદગી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!