Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ઝંખવાવ માર્ગ પર મોટા અવરોધક બમ્પ મુકવા માંગ કરાઈ.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે કાર્યરત શ્રી એન.ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ આવેલી છે જે માંગરોળ ઝંખવાવ જવાનાં મેઈન રસ્તા પર આવેલી છે.

સ્કૂલની સામેથી રાજ્યધોરી માર્ગ પસાર થાય છે જ્યાં ત્રણ દિવસ પહેલા જ બાઈક ચાલકને હાઇવા ટ્રકે અડફટે લેતા સારવાર દરમિયાન કંટવાવ ગામના વીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. નજીકમાં જ સ્ટોન ક્વોરી આવેલી છે જેના કારણે વાહનોની અવરજવર વધુ રહે છે માટે સ્પીડ બ્રેકરો નાના છે તેના બદલે મોટા સ્પીડ બ્રેકરો મુકવા માટે વાંકલ હાઈસ્કૂલ દ્વારા માંડવી કાર્યપાલ ઈજનેરને અરજી લખી વહેલી તકે બમ્પ મુકવાની માંગ કરવામાં આવી છે. કારણકે શાળાના વિદ્યાર્થીઓ રીસેસમાં અને શાળામાંથી રજા આપવામાં આવે ત્યારે બાળકોએ આજ રસ્તા પરથી પસાર થતાં હોય તેમજ વાલીઓ પોતાના બાળકોને શાળામાં લેવા મુકવા માટે વાહનો લઈને આવે છે માટે બંને તરફ બમ્પ મુકવા માટેની માંગ પણ શાળા સંચાલકોએ કરી છે.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તેના નવા વર્ષના રિઝોલ્યુશન પર આ કહ્યું, જાણો.

ProudOfGujarat

આમ આદમી પાર્ટીએ સંગઠનના ચોથા માળખાંની યાદી બહાર પાડી, આ નામોનો સમાવેશ.

ProudOfGujarat

જામનગર : જૈન યુવા સંગઠન દ્વારા જૈન સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!