Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગામે સાયન્સ કોલેજમાં SY BSC માં અભ્યાસ કરતો વિદ્યાર્થીએ છાત્રાલયનાં રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો અને હાલ સરકારી કુમાર છાત્રાલય વાંકલ ખાતે રહેતા ઉમરપાડાનાં એક વિદ્યાર્થીએ રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

એલિસન વનરાજભાઈ વસાવા રહે. ઉમરપાડા. ટેડગા ફળિયુ ઉંમર વર્ષ 20 વાંકલ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં એસ.વાય.બી.એસ.સી માં અભ્યાસ કરતો હતો. આ યુવક કોલેજમાં અભ્યાસ માટે ગયો ન હતો અને છાત્રાલયના રૂમમાં રોકાયો હતો. યુવકે કોઈક કારણોસર છાત્રાલયનાં રૂમમાં ચાદર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અન્ય વિદ્યાર્થીઓ જ્યારે છાત્રાલયમાં સાંજે પરત ફર્યા ત્યારે આ યુવકની લાશ ફાંસો ખાધેલી હાલતમાં તેઓને જોવા મળી હતી. આ ઘટનાની જાણ માંગરોળ લીસને થતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસે કટરથી દરવાજો તોડી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા કલેકટરએ પત્રકાર પરિષદ યોજી નર્મદા નદીનાં પૂર અંગેની માહિતી આપી.

ProudOfGujarat

ફિટનેસ ફ્રીક જ્યોર્જિયા એન્ડ્રિયાની બાની એન્ટરપ્રેનર હેલ્ધી જીવન અને સ્મૂધ સ્કિન માટે આયુર્વેદિક પ્લાન્ટ-આધારિત કોલેજન રેડી-ટુ-ડ્રિંક શૉટ લૉન્ચ કર્યો.

ProudOfGujarat

ભરૂચના ડભોઇવાડ વિસ્તારમાં ૯૦ વર્ષ જુનું શિવજીના મંદિરનુ ભૂમિપૂજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!