Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ કોવીડ કેર સેન્ટરમાં મંત્રી ગણપતસિંહ વસાવાએ કોરોના વોરિયર્સનું સન્માન કર્યું.

Share

દેશમાં વૈશ્વિક મહામારી કોરોનાનુ સંકર્મણ સતત વધી રહ્યું હતું ત્યારે પોતાની પરવાહ કર્યા વિના દર્દીઓની સેવામાં લાગી ગયા તેવા ડોકટરો, અને સ્ટાફ નર્સ, સફાઈ કામદારોને લાખ લાખ અભિનંદન : કેબિનેટમંત્રી ગણપતસિંહ વસાવા.

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ કોવીડકેર સેન્ટરમાં ફરજ બજાવતા બે ફિઝિશયન ડોક્ટર, નવ મેડિકલ ઓફિસરો, 19 જેટલી સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશયન, ફાર્માસિસ્ટ, 25 સફાઈ કામદારો, તાલુકા પંચાયતનો સ્ટાફ, આઈ.ટી.આઈ સ્ટાફ, સિક્યુરિટીગાર્ડ, એમ્બયુલન્સના ડ્રાઇવરનુ સન્માન કેબિનેટમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું. કેબિનેટમંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યુ કે કોવીડકેર હોસ્પીટલ તબીબોની સરહાનીય કામગીરીને બિરદાવી હતી, અભિનંદન આપી તેમની કામગીરીને ઈશ્વરીય કાર્ય સાથે સરખાવી હતી. વાંકલના સરપંચ ભરત વસાવા, ડૉ. યુવરાજસિંહ સોનારીયા, અધ્યક્ષ મહાવીરસિંહ, ઉપપ્રમુખ ભરત પટેલ, સાંઈ યુવક મંડળનો સેવા આપવા બદલ આભાર માન્યો હતો. મહામંત્રી દીપકભાઈ વસાવાએ કહ્યુ કે દેવદૂત સમાન ડોકટરોએ દર્દીઓને સ્વસ્થ કર્યા, સ્ટાફનર્સ, સફાઈકામદારોનો આભાર માન્યો હતો. આ તકે ગણપતસિંહ વસાવા, માંગરોળ તાલુકા પ્રમુખ ચંદન ગામીત, ઉપપ્રમુખ ભરત પટેલ, દીપક વસાવા, સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના દિલીપસિંહ રાઠોડ, અનિલશાહ, ધર્મેન્દ્રસિંહ, યુવરાજસિંહ, મુકુંદપટેલ, સદસ્ય શૈલેષ મૈસુરીયા, મહેશ જોશી, સુધાકર નાયર, તાલુકા પંચાયત સ્ટાફ તેમજ મેડિકલ સ્ટાફ, સફાઈ કામદારો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્ક્રમનુ સંચાલન ધર્મેન્દ્ર સિંહ સોલંકીએ કર્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓએ અંડર ગ્રાઉન્ડ ડસ્ટ બીનનું મોડેલ બનાવ્યું

ProudOfGujarat

ભરૂચ ના લિંકરોડ પર આવેલ એક સોસાયટી ના મકાન માં આગ લાગતા દોડધામ

ProudOfGujarat

રાજપીપળાના ઇતિહાસમાં પ્રથમ વખત જાહેરમાર્ગ પર રોટ્રેક્ટ કલબે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!