Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોળના શાહ ગામેથી વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડયો.

Share

પ્રાપ્ત થતી માહિતી અનુસાર માંગરોળ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે શાહ ગામે રેડ કરતા એક શખ્સને ઝડપી પાડી ગુનો નોંધ્યો છે.

માંગરોળ તાલુકાના શાહ ગામે નવા ફળિયામાં બાતમીના આધારે રેડ કરતા રાજુભાઈ વસાવાના ઘરના પાછળના ભાગે મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાઈ રહ્યો હતો. તે દરમ્યાન પોલીસે રેડ કરતા રાજુભાઈ વેચાણભાઈ વસાવા (ઊં.વ.૩૫ ,રહે.નવાપરા ફળિયું, શાહગામ) ને પોલીસે ઝડપી લીધો હતો. તેની અંગજડતી કરતા રોકડા રૂ.૮૨૦ અને એક મોબાઇલ ફોન મળી જેની કિંમત રૂ.૩૦૦૦ મળી કુલ રૂ.૩૮૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરાંત ઝડપાયેલ શખ્સે આંકડાનું કટીંગ માંગરોળનાં મસ્જિદ ફળિયામાં રહેતા ભાવેશભાઈ શાહને મોબાઈલ પર આપતો હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે ભાવેશ શાહને વોન્ટેડ જાહેર કરી જુગારધારા કલમ(૧૨) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ : વિશ્વ સ્તનપાન દિવસની રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

યાત્રાધમ પાવાગઢ ખાતે નવચંડી યજ્ઞ યોજાયો..

ProudOfGujarat

ભારતીય ટ્રાયબલ પાર્ટીને કારણદર્શક નોટીસ : ચૂંટણી ખર્ચના હિસાબો સમયસર જમા ન કરાવવા બદલજિલ્લા કલેક્ટરનું તેડું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!